આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024: ગુજરાતના મુખ્ય પ્રધાન સહીત રાજ્યના આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

અમદવાદ: દેશમાં લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે આજે મતદાન(Phase-3 voting) ચાલી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)એ અમદાવાદની શીલજ પ્રાથમિક શાળા ખાતે કર્યું મતદાન કયું હતું. મતદાન બાદ તેમણે કહ્યું છે કે, ‘મતદાન આપણો અધિકાર છે. દરેકે મતદાન કરવું જોઈએ. નવા ભારતના નિર્માણ માટે દરેકે મતદાનની ફરજ નિભાવવી જોઈએ.’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરામાં સબ-ઝોનલ ઓફિસમાં મતદાન કર્યુ છે. તેમણે આખા પરિવાર સાથે મતદાન કર્યુ. નોંધનીય છે કે, ગુજરાતમાં બે કલાકમાં 9 ટકા મતદાન થયુ છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે મતદાન કરવું દરેકની જવાબદારી છે. મતદારોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

કેન્દ્રીય પ્રધાન અને પોરબંદર બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ મતદાન કાર્ય બાદ જણાવ્યું હતું કે જ્યારે હું મારો મત આપતો હતો ત્યારે હું માત્ર દેશની જનતાના કલ્યાણ અને નેતૃત્વ હેઠળ ‘વિકસિત ભારત’ વિશે જ વિચારતો હતો. મને આશા છે કે ભાજપ 400થી વધુ બેઠકો સાથે સત્તામાં આવશે. હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે બહાર આવીને મતદાન કરે.

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતના નવસારી લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર મતદાન કર્યું. ભારતીય જનતા પાર્ટીએ નવસારી બેઠક પરથી તેના રાજ્ય યુનિટના વડા સીઆર પાટીલને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓ 7 વાગ્યા પહેલા જ ઇશ્વરિયા ખાતેના મતદાન મથકે પહોંચી ગયા હતા અને સૌથી પહેલા મતદાન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button