ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

PM મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું, ‘કોંગ્રેસના શહઝાદાને વાયનાડમાં… ‘

બીજા તબક્કાની લોકસભા ચૂંટણીના (Loksabha Election 2024) ભાગરૂપે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. PM મોદીએ તેના ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસના શહઝાદાને વાયનાડમાં સંકટ દેખાય રહ્યું છે. જે રીતે તેને અમેઠી છોડ્યું છે તે જ રીતે તે વાયનાડ છોડશે. રાહુલ પર નિશાન તાકતા તેને કહ્યું કે શાહઝાદા અને તેની ટોળકી 26 એપ્રિલ પર વાયનાડમાં મતદાનની રાહ જોઈ રહી છે.

વડાપ્રધાને કહ્યું કે 26 એપ્રિલે મતદાન પૂર્ણ થતાંની સાથે જ તેઓ રાજકુમાર (રાહુલ ગાંધી) માટે બીજી અનામત બેઠક જાહેર કરશે. તેમણે કહ્યું કે આ લોકો ભલે ગમે તેટલા દાવા કરે પરંતુ સત્ય એ છે કે ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસના નેતાઓએ હાર સ્વીકારી લીધી છે. તેથી જ કેટલાક નેતાઓ જે જીત્યા બાદ સતત લોકસભામાં આવતા હતા તેઓ આ વખતે રાજ્યસભાના માર્ગે પ્રવેશ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે મતદારો એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે INDIA ગઠબંધનના લોકો પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માટે પોતાના સ્વાર્થ માટે એકઠા થયા છે, તેથી સમાચાર એ છે કે પ્રથમ તબક્કામાં મતદારોએ ભારત ગઠબંધનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદાન એકતરફી રહ્યું હતું. વોટિંગ બાદ બૂથ લેવલ સુધી અલગ-અલગ લોકો દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ અને જે માહિતી મળી રહી છે તે એ માન્યતાને સમર્થન આપી રહી છે કે પહેલા તબક્કામાં NDAની તરફેણમાં એકતરફી મતદાન થયું હતું.

પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા એલાયન્સના લોકો અંદરો-અંદર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ એકબીજા પર દોષના ટોપલા ઢોળી રહ્યા છે. જેલમાં નાખવાની વાત કરી રહ્યા છે. જેઓ આજે સાથે હોવા છતાં 25 ટકા સીટો પર એકબીજા સાથે લડે છે, તેઓ લોકસભામાં પણ આવું જ કરશે. આ કોંગ્રેસ પરિવાર આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસને જ વોટ નહીં આપે. કારણ કે તેઓ જ્યાં રહે છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર નથી. જે પરિવાર પર કોંગ્રેસ ચાલે છે તે પરિવાર કોંગ્રેસને મત આપી શકશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…