Lok sabha Election 2024 : આખરી તબક્કાના મતદાન પૂર્વે પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણ, 10 લોકો ઘાયલ
કોલકાતા: લોકસભા ચૂંટણીના(Lok sabha Election 2024) છેલ્લા તબક્કાનું આજે મતદાન છે. આ પૂર્વે શુક્રવારે પશ્ચિમ બંગાળના(West Bengal) જાદવપુર લોકસભા મતવિસ્તારના ભાંગર વિસ્તારમાં હિંસક અથડામણનો(Violence) મામલો સામે આવ્યો છે. ચૂંટણી પૂર્વે ફાટી નીકળેલી હિંસામાં દસ લોકો ઘાયલ થયા છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા હેઠળ શનિવારે જાદવપુરમાં મતદાન થઇ રહ્યું છે.
TMC અને AISF વચ્ચે અથડામણ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, શુક્રવાર સવારથી ભાંગરમાં સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટ (AISF)ના કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને જૂથના લોકોએ એકબીજા પર ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા.સ્થાનિક પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અથડામણમાં દસ લોકો ઘાયલ થયા છે.પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારના તણાવના લીધે ત્યાં હિંસા થઈ છે.
બંને જૂથોએ એકબીજા પર હુમલો કર્યો હતો
જેમાં ગુરુવારે સવારે સત્તાધારી પક્ષના કાર્યકરોએ બુધવારે બપોરે જાદવપુરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સયોની ઘોષના સમર્થનમાં આયોજિત રોડ શોમાં ભાગ લેવાનો ઇનકાર કરવા બદલ AISF કાર્યકરની ખરાબ રીતે મારપીટ કરી હતી. AISF કાર્યકરોએ જવાબી કાર્યવાહી કરી અને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાને ખરાબ રીતે માર માર્યો. ત્યારથી ભાંગરમાં તણાવ સર્જાયો છે અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ રહી છે.
TMC ધારાસભ્યની અવરજવર પર પ્રતિબંધ
ભાંગરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ચૂંટણી પંચે મતદાનના દિવસે કેનિંગ-પૂર્બા વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શૌકત મોલ્લાની હિલચાલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ECIના આદેશ મુજબ, શૌકત મોલ્લા શનિવારે આખો દિવસ તેમના મતવિસ્તાર કેનિંગ-પૂર્બામાંથી બહાર નીકળી શકશે નહીં.
જ્યારે મોલ્લાએ ભાંગરમાં ચાલી રહેલા તણાવ માટે AISFના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર તણાવ માટે ભાંગરથી AISF ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી જવાબદાર છે. તેની ધરપકડ થવી જોઈએ