લોકસભા સંગ્રામ: રાજસ્થાનમાં પૂર્વ સીએમ વસુંધરા રાજેનું પત્તું કેમ કાપ્યું?
ભાજપે લોકસભા ચૂંટણી માટે તેનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે, ભાજપના લિસ્ટમાં 195 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. બિજેપીની પહેલી યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રીને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમાંથી એક મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ત્રિપુરાના મુખ્યમંત્રી રહી ચુકેલા વિપ્લવ દેવનો સમાવેશ થાય છે. જો કે ભાજપે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને ટિકિટ ન આપીને સૌને દંગ કરી દીધા છે. રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ‘મહારાણી’ના હાલ પણ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા જ થશે શું કે શું? શું ભાજપ તેમને પણ માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવા માંગે છે?.
વસુંધરાને શા માટે ન મળી ટિકિટ?
આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે વિશે એવી ચર્ચા ચાલી રહી છે કે તેમને ટિકિટ કેમ નથી મળી? ભાજપે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મધ્યપ્રદેશની વિદિશા લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપ્લવ દેવને ત્રિપુરાની ત્રિપુરા પશ્ચિમ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ વસુંધરા રાજેનું નામ ભાજપની યાદીમાં નથી. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ વસુંધરા રાજેને પ્રમોટ નહીં કરે કે પછી તેઓ માત્ર રાજસ્થાનના રાજકારણમાં જ રહેશે?
ભાજપએ વસુધરાના પુત્રને બનાવ્યા ઉમેદવાર
જો કે ભાજપે વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહને રાજસ્થાનની ઝાલાવાડ સીટથી બિજેપીને ટિકિટ આપી છે. વર્તમાન તે આ સીટથી જ સાંસદ છે. એવું માનવામાં આવી રહ્યું હતુ કે બિજેપી વસુધરા રાજેને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને કેન્દ્રની રાજનિતીમાં લઈ જશે, જો કે એવું થયું નથી. આથી એક વાત તો સ્પષ્ટ છે કે બિજેપીમાં વસુંધરા રાજેને કોઈ ગણતુ નથી. આ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મોટાભાગના ધારાસભ્યોએ સીએમ પદ માટે વસુંધરા રાજેની તરફેણ કરી હોવા છતાં ભાજપે તે માગ ફગાવી દીધી હતી અને ભજનલાલ શર્માની મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરી હતી.