ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 Date: ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, 7 તબક્કામાં થશે મતદાન, 7મી મેએ ગુજરાતમાં મતદાન

નવી દિલ્હી: Loksabha Election 2024 Dates Declared:દિલ્હી ખાતે ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ફાલાણી તારીખે થશે.આપને જણાવી દઈએ કે આગામી લોકસભાની ચૂંટણી 2024 માં 10.5 લાખ મતદાન મથકોમાં 55 લાખ EVMનો ઉપયોગ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે વર્ષ 2024 સમગ્ર વિશ્વમાં ચૂંટણીનું વર્ષ છે. અમારી ટીમ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમને વિશ્વાસ છે કે અમે સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને 4 જૂને મતગણતરી થશે.

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે, મતગણતરી 4 જૂને થશે. 19 એપ્રિલ થી 1લી જૂન સુધી ભારતમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવશે એટલે કે લોકસભા ચૂંટણી 2024નું વિવિધ તબક્કાનું મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કો તા: 19 એપ્રિલ, બીજો તબક્કો: 26 એપ્રિલ, ત્રીજો તબક્કો (ગુજરાત): 7મી મે, ચોથો તબક્કો: 13 મે, પાંચમો તબક્કો: 20 મે, છઠ્ઠો તબક્કો: 25 મે, સાતમો તબક્કો: 1 જૂન. ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થઈ જશે.

દરેક બુથ પર પીવાના પાણી, શૌચાલય, વોટર ફેલિસિટેશન સેન્ટર, ઢાળ ચઢવા માટે રેમ્પ, મેડિકલ ફેસિલીટી જેવી તમામ પ્રાથમિક વ્યવસ્થા મોજૂદ રહેશે. 85થી વધુ ઉંમરના લોકોના ઘરે જઇને મત લેવામાં આવશે. દેશભરમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. દેશમાં હાલમાં 82 લાખ મતદાતા 85 વર્ષથી વધુ ઉંમરના છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દેશના બધા લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં માત્ર 5, 10 મતદાતા છે એવી જગ્યાએ પણ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી દરેકે મતદાનમાં ભાગ લેવો જ જોઇએ અને મતદાન કરવું જ જોઇએ.

દેશમાં પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં આ આંકડો 46.5 કરોડ હતો. બીજી તરફ મહિલા મતદારો 47.1 કરોડ છે જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે મતદાર યાદીમાં જેન્ડર રેશિયો હકારાત્મક રીતે વધ્યો હોવાનો અહેવાલ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button