Lok sabha Exit Poll Live : દેશની 57 બેઠકો પર સવારે નવ વાગ્યે સુધી સરેરાશ 11.31% ટકા મતદાન નોંધાયું
લોકસભા ચૂંટણીના(Lok sabha Election 2024) સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સવારે 9 વાગ્યે સુધી 7 રાજ્યો અને ચંદીગઢમાં 11.31 ટકા મતદાન(Voting) નોંધાયું હતું. ઓડિશામાં સૌથી ઓછું મતદાન 7.7 ટકા નોંધાયું હતું .જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ14.4 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે બિહારમાં 10.58 ટકા, ચંદીગઢમાં 11.64 ટકા, ઝારખંડમાં 12.15 ટકા,પંજાબમાં 9.64 ટકા, ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા અને પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન નોંધાયું છે.
57 બેઠકો પર મતદાન શરૂ
સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 57 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ બંનેમાં 13 બેઠકો, પશ્ચિમ બંગાળમાં નવ, બિહારમાં આઠ, ઓડિશામાં છ, હિમાચલ પ્રદેશમાં ચાર, ઝારખંડમાં ત્રણ અને ચંડીગઢની એકમાત્ર લોકસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે.
પીએમ મોદીની બેઠક વારાણસી પર પણ આજે ચૂંટણી
સાતમા તબક્કાની ચૂંટણીમાં મોટા ચહેરાઓની વાત કરીએ તો તેમાં સૌથી મોટું નામ પીએમ નરેન્દ્ર મોદીનું છે, જેઓ યુપીની વારાણસી સીટથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અભિનેત્રી કંગના રનૌત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મહેન્દ્ર નાથ પાંડે, આરકે સિંહ, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, રામકૃપાલ યાદવ, પ્રતાપ ચંદ્ર સારંગી, ઉપેન્દ્ર કુશવાહ અને રવિ કિશન સહિત અનેક દિગ્ગજ નેતાઓનો ભાવિનો આજે ફેંસલો થશે.
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મતદાન કર્યું
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આનંદપુર સાહિબ મતવિસ્તાર હેઠળના લખનૌના સાહિબજાદા અજીત સિંહ નગરમાં પોતાનો મત આપ્યો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યુ મતદાન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, આજે મને મારા વતન વિજયપુરના મારા બૂથ પર આવીને મારો મત આપવાનું સૌભાગ્ય મળ્યું છે. મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારત માટે મત આપો. લોકશાહીને મજબૂત કરો.