ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ફરી લોકસભાની ચૂંટણી માટે આવ્યા મોટા સમાચાર, “આ” વર્ષની ચૂંટણીની પેટર્ન અપનાવી શકાય…

નવી દિલ્હીઃ અગાઉ લોકસભાની ચૂંટણીની તારીખોના સમાચાર જાહેર થયા પછી ફરી એક વખત ચૂંટણી તારીખો મુદ્દે નવા સમાચાર મળી રહ્યા છે, જે મુજબ આગામી મહિને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું. ભારતીય ચૂંટણી પંચ (The Election Commission of India)ના ટોચના અધિકારીઓ આ દિવસોમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે . સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ 9 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

ભારતમાં 18મી લોકસભાના સભ્યોને ચૂંટવા માટેની સામાન્ય ચૂંટણીઓ આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં યોજાય તેવી અપેક્ષા છે. લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોમાં એકસાથે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ રાખીને ECI (The Election Commission of India) અધિકારીઓની એક ટીમ આ દિવસોમાં સતત રાજ્યોની મુલાકાત લઈ રહી છે.

ચૂંટણી પંચના પ્રતિનિધિઓ 8-9 માર્ચની વચ્ચે સરકારી અધિકારીઓને મળીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે પૂછશે. તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 12-13 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ એ જાણવાનો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાઇ શકે એમ છે કે નહીં. જોકે, આ બધી બાબત સુરક્ષા દળોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.


ચૂંટણી સંસ્થાના અધિકારીઓની વિવિધ રાજ્યોની આયોજિત મુલાકાત સૂચવે છે કે 2024નું ચૂંટણી કેલેન્ડર 2019 જેવું જ હોઈ શકે છે. 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરવામાં આવી હતી. જ્યારે 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે 23 મેના રોજ મતગણતરી થઈ હતી. એટલે 2019ની ચૂંટણીની પેટર્ન અપનાવી શકાય છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે તેમને વિશ્વાસ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 370 સીટનો આંકડો પાર કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 400થી વધુ બેઠક મળશે. પીએમ મોદીની આ જાહેરાત બાદ ભાજપ દેશભરમાં સક્રિય થઈ ગઈ છે.


વાસ્તવમાં, NDAની બેઠકોને 400થી આગળ લઈ જવા માટે વડા પ્રધાન મોદીએ ભાજપની 370 બેઠકોને ‘માઈલસ્ટોન’ ગણાવી છે અને દરેક બૂથ પર 2019 કરતાં માત્ર 370 વધુ મત મેળવવાની વ્યૂહરચના સમજાવી છે, તેથી સંગઠન પણ સખત મહેનત રહ્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશભરમાંથી એ થયેલા અધિકારીઓને મિશન-2024નો એક્શન પ્લાન સમજાવ્યો છે, જેમાં ભાજપની સિદ્ધિઓને ઉજાગર કરવાની સાથે વિપક્ષની અને ખાસ કરીને કોંગ્રેસના શાસનની ખામીઓ અંગે સામાન્ય લોકોમાં ચર્ચા કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button