UK Riots: બ્રિટનમાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યા! જુઓ વીડિયો
બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા છે. ગત રાત્રે શહેરના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ, આગચંપી કરી હતી. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તોફાનીઓએ પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો હતો. બસને આગ ચાંપવામાં આવી હતી. ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા હતા યુકેના રમખાણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો બાળકો સહિત પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. આ સિવાય વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાનીઓ પોલીસ વાનને પલટી મારી રહ્યા છે. આ સિવાય ટોળાના ટોળાએ ડબલ ડેકર બસને આગ ચાંપી દીધી હતી.
મળતી માહિતી મુજબ એક રેસ્ટોરન્ટ માલિકના બાળકને બળજબરીથી ચાઇલ્ડ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જેનો લોકોએ પહેલા વિરોધ કર્યો અને બાદમાં આ વિરોધે હિંસાનું રૂપ લીધું. જે બાદ યુકેમાં અશાંતિ ફેલાઈ હતી.
આંદોલનકારીઓ નથી ઈચ્છતા કે બાળ સંભાળ એજન્સી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને ચાઇલ્ડ કેર સેન્ટરમાં રાખે. આ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. રમખાણોમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ઘણા રસ્તાઓ સામાન્ય લોકો