લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો લોટ અને પ્રાઈસ બેન્ડ…

મુંબઈ: લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડનો આઈપીઓ આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 254.26 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપની 1.84 કરોડના નવા ઇક્વિટી શેર ઇસ્યુ કરશે. જયારે 56.38 લાખ શેર ઓફર ફોર સેલ( OFS)ઇસ્યુ કરશે. રોકાણકારો 31 જુલાઈ સુધી બિડ કરી શકશે.
લિસ્ટિંગ 5 ઓગસ્ટના રોજ કરવામાં આવશે
આ અંગે કંપનીએ જણાવ્યું કે કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરેલા નાંણા મૂડી વધારવા અને ધિરાણ માટે કરશે. આ શેરનું એલોટમેન્ટ 1 ઓગસ્ટના રોજ કરવામાં આવશે તેમજ લિસ્ટિંગ 5 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડનો શેર એનએસઈ અને બીએસઈ બંને પર લિસ્ટ થશે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સે પબ્લિક ઇશ્યૂ માટે પ્રતિ શેર રૂપિયા 150-158 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. લોટ સાઈઝ 94 શેરની છે. જેની માટે રૂપિયા14,852 નું રોકાણ કરવું પડશે.
લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની
લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી છે. જે વ્યક્તિઓ અને નાના વ્યવસાયોને ધિરાણ આપે છે. તેનું ઓપરેશનલ નેટવર્ક રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફેલાયેલું છે. તેની158 શાખાઓ છે. જે રાજસ્થાનમાં સૌથી વધુ વ્યાપ ધરાવે છે.
નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.