ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણા ભાજપમાં ‘કુરુક્ષેત્ર’- સૂરજ તેરા ચઢતા-ઢલતા, ગર્દિશ મે કરતે હૈ તારે… દંગલ.. દંગલ..

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ 20 દિવસ જેટલો જ સમય રહ્યો છે ત્યારે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપમાં ‘ભેંસ ભાગોળે ,છાસ છાગોળે ‘ને ઘરમાં ધમાધમ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

તમને થશે કે,આવું કઈ હોય. ? ચાલ, ચરિત્ર અને ચહેરો આ ત્રણે ય થી વિશેષ શિસ્તબદ્ધ પાર્ટીમાં આવું થોડું હોય ? પણ સ્થિતિ આ જ છે. હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી પદ માટે ત્રણ-ત્રણ દાવેદારો ભાજપના અખાડામાં સામ-સામે આવી તેલ માલિશ (ટેકેદારો સાથે સમર્થન ) કરાવી ‘દંગલ’ માં ઉતર્યા છે.

આ મલ્લ- કુસ્તી,હરિયાણા વિધાનસભા ચૂંટણીમા ભાજપને ધોબી પછાડ અપાવે તો કદાચ જરા પણ નવાઈ નહીં રહે. અત્યાર સુધી જે પાર્ટીમાં એક પદ-એક ચહેરો કહેવાતું હતું ત્યાં,એક જ મુખ્યમંત્રી પદ માટે ત્રણ ત્રણ દાવેદારો સામે આવી જતાં ભાજપનું મોવડી મંડળ માથું ખ્ંજ્વાળે છે કે, આ વિવાદને નિવારવો કેવી રીતે ?

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે જેમ એક એક દિવસ ઓછો થતો જાય છે તેમ તેમ ભાજપનું ‘બ્લડ પ્રેશર’ વધતું ચાલ્યું છે. વિધાનસભા ચૂંટણી ની જાહેરાત પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહે વર્તમાન મુખ્યમંત્રી નાયબ સૈની ને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેરાત કરી દીધી હતી.

આપણ વાંચો: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા JJPને આંચકો : ચાર વિધાનસભ્યોએ પાર્ટીથી છેડો ફાડ્યો

ગત સપ્તાહે અનિલ વિજે CM પદ માટે દાવેદારી ઠોકતાં,હરિયાણા ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સ્પસ્ટ કહ્યું કે, CM પદનો ચહેરો તો નાયબ સૈની જ રહેશે. પ્રધાનની ચોખવટ છ્તા અનિલ વીજ ફરી મેદાનમાં આવ્યા અને ફરીવાર પોતે CM પદ માટેની દાવેદારી કરી. આટલું પૂરતું ના હોય તેમ મોદી સરકારમાં મંત્રી,રાવ ઇંદ્રજીત સિંહ ખુદ ‘દંગલ’માં ઉતરી આવી કહ્યું, ‘હું પણ મુખ્યમંત્રી પદનો દાવેદાર’ . હવે સવાલ એ થાય છે કે, ભાજપના નેતાઓ ખૂલેઆમ કેમ CM પદની દાવેદારી કરી રહ્યા છે ? શું આ પાર્ટીની રણનીતિનો કોઈ ભાગ છે કે આ નેતાઓની પોતાની રાજકીય મજબૂરી ?

હરિયાણા ભાજપમાં ફરી ચમકી ‘વીજ’

હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વીજએ કહ્યું કે, તેને પૂરો ભરોસો છે કે પાર્ટી જો તક આપશે તો તેઓ હરિયાણાની તસવીર અને તકદીર બંને બદલી નાખશે. વિજે પોતાને સિનિયર બતાવી CM પદ માટે દાવેદારી કરી હતી. મુખ્યમંત્રી સૈની લાડવા બેઠકથી લડી રહ્યા છે. આ ચૂંટણી સંગ્રામ માં તેઓ પ્રદેશ અધ્યક્ષ સાથે મુખ્યમંત્રી પદનો ચહેરો પણ છે. પરંતુ બીજા બે નેતાઓની દાવેદારીથી રાજકીય વાતાવરણ ગરમ થયું છે.

આપણ વાંચો: જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ

નેતાઓના દાવાથી રાજનીતિક તાવડો ગરમ

રાજનીતિક રીતે બંને નેતાઓના જૂથમાં નિવેદનોથી પોતાનું પ્રભુત્વ દર્શાવવા માટેના પ્રયાસ છે. રાવ ઇંદ્રજીત સિંહ પર દક્ષિણ હરિયાણામાં પોતાના સમર્થકોને જિતાડવાની મોટી જવાબદારી છે. આ વખતે તેમના માટે મોટો પડકાર એટલા માટે છે કારણ કે, ખુદ પોતે જ લોકસભા ચૂંટણીમા માંડ 1 લાખ વોટ થી જીત્યા છે.

તેમણે જે સમર્થકોને ટિકિટ અપાવી છે તે બધા લગભગ નવા જ છે. એક માત્ર પટૌડીની બેઠકને બાદ કરતાં. અટેલી બેઠક પરથી પોતાની પુત્રી આરતી રાવ મેદાનમાં છે, કારણ કે આ વખતે રાજ્યમાં પહેલી વાર પાર્ટીને ‘ એંટી ઇંકંબંસી’ નો સામનો કરવો પડી રહ્યો છે. રાવ ઇંદ્રજીતનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહે છે કે, 12 વર્ષ પછી તો કચરાનો પણ નંબર આવી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button