
મધ્ય પ્રદેશઃ મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તા હવે સતત જંગલની સીમા ઓળંગી રહ્યા છે અને કેદમાંથી આઝાદ થયેલાં ચિત્તા દૂર અંતરિયાળ વિસ્તારમાં આઝાદી સાથે જીવી રહ્યા છે અને છેલ્લાં ચાર મહિનાથી લાંબા સમથી નેશનલ પાર્કની ખુલ્લી જગ્યામાં છોડવામાં ચાર ચિત્તામાંથી એક અગ્નિ નામનો ચિત્તો નેશનલ પાર્કમાંથી ભાગી ગયો છે અને તે જંગલની નજીક આવેલા શિવપુરીના પોહરી વિસ્તારથી આગળ વધીને રતનગઢ પહોંચી ગયો છે.
અગ્નિની મોનિટરિંગ કરવા માટે લગાવવામાં આવેલી ચિત્તા ટ્રેકિંગ ટીમ પણ તેના લોકેશનને સતત ટ્રેક કરીને તેના વર વોચ રાખી રહી છે. બે દિવસ પહેલાં અગ્નિ કુનો નેશનલ પાર્કમાંથી નીકળીને કરાહલ પહોંચ્યો હતો અને ત્યાંથી શિવપુરીના જંગલોથી થઈને રતનગઢના જંગલોમાં ફરી રહ્યો છે. અગ્નિની સતત આગળ વધવાની પેટર્નને કારણે તેની સિક્યોરિટીને લઈને વન વિભાગના અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે.
શિવપુરીના જંગલોમાં અગ્નિ પરી રહ્યો હોવાની માહિતી શિવપુરીના વન અધિકારીઓને આપવામાં આવી હતી. અગ્નિના આગળ વધતું દરેક પગલું તેની સુરક્ષા સામે સવાલ ઊભા કરી રહ્યું છે. 17મી ડિસેમ્બરના જ કુનો ફોરેસ્ટ ફેસ્ટિવલના શુભારંભ નિમિત્તે વાયુ અને અગ્નિ નામના ચિત્તાને અહેરા પર્યટક ઝોનમાં છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વીરા અને પવનને પણ છોડવામાં આવ્યા હતા. હાલમાં કુનોમાં એક કબ સહિત 11 ચિત્તા છે અને તેમના 24 કલાક મોનિટરિંગ ટીમ દ્વારા વોચ રાખવામાં આવે છે.