પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમને લઈને આખા દેશભરમાં ઉત્સાહ છે. અયોધ્યાની ભૂમિ પર રામ મંદિરને નિર્માણ કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સ્થળે મંદિરના નિર્માણ બાદ 20 જાન્યુઆરીએ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની અરજી અલાહાબાદ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને રોકવા માટેની અરજી અલાહાબાદ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે અરજદારે કોર્ટ સમક્ષ આ મામલે તરત જ સુનાવણી કરવાની માગણી કરી હતી, પણ કોર્ટે આ અરજીને નકારી હતી, જેથી રામ મંદિરના કાર્યક્રમ પહેલા શનિવાર અને રવિવારે રજા રહેતા આ જનહિતની અરજીને ફગાવતા વધુ એક અવરોધ પણ દૂર થયો છે.
અરજદાર ભોલા દાસના વકીલે એક્ટિંગ ચીફ જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તાની બેન્ચ સમક્ષ આજે સુનાવણી કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને નકારી કાઢી હતી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ભોલાદાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પર રોક લગાવવાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. દાસે આ અરજીમાં શંકરાચાર્ય દ્વારા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સનાતન પરંપરાની વિરુદ્ધ હોવાનું કહ્યું હતું.
તેમ જ દાખલ કરવામાં આવેલી પીઆઇએલમાં ભાજપ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીમાં લાભ મેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. આ અરજીમાં શંકરાચાર્યનો પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને વિરોધ હોવાની વાત કહેવામા આવી છે. રામ મંદિરનું બાંધકામ હજી સુધી પૂર્ણ થયું નથી થયું. અધૂરા બનેલા મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તેમ જ પીએમ મોદી અને સીએમ યોગી આ કાર્યક્રમમાં સામેલ થાય એ કાયદાની વિરુદ્ધ છે.
જાહેર હિતની અરજીમાં અયોધ્યાના કાર્યક્રમને ચૂંટણી સ્ટંટ પણ કહેવામા આવ્યો હતો. જોકે હવે અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા સુનાવણીને નકરવામાં આપવામાં આવતા આ કાર્યક્રમ ફરી જોરશોરથી થશે તેમ જ શનિવાર અને રવિવારના દિવસે અદાલત બંધ રહેશે અને જ્યારે તે 22 જાન્યુઆરીએ ફરી ખૂલશે તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હોવાથી આ પિટિશન ગેરવાજબી જાહેર કરવામાં આવશે.
Taboola Feed