નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની(Delhi Election)જાહેરાત બાદ હવે રાજકીય પક્ષો પ્રચારમાં સક્રિય બન્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે ‘સનાતન સેવા સમિતિ’ની નવી વિંગની રચના કરવાની જાહેરાત કરી છે. જેને ભાજપના ટેમ્પલ સેલ ને જવાબ માનવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાજપના ટેમ્પલ સેલના ઘણા સભ્યો પણ આ વિંગમાં સામેલ થયા હતા. દિલ્હીમાં પુજારીઓ અને ગ્રંથીઓને 18,000 રૂપિયા માસિક વેતન આપવાની જાહેરાત કર્યા બાદ અનેક સંતોની હાજરીમાં આ નવી વિંગની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : નીતિન ગડકરીએ કરી નવી કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાની જાહેરાત…
સંતોએ કેજરીવાલની પ્રશંસા કરી હતી
આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જગતગુરુ રામાનુજાચાર્ય, સ્વામી યોગેશ્વર મહારાજ, સ્વામી અવધેશ મહારાજ, કથાકાર આચાર્ય મધુરદાસજી મહારાજ, બાલાજી મહંત મહેશચંદ્રજી મહારાજ સહિત અનેક સંતો અને પૂજારીઓએ ભાગ લીધો હતો. અરવિંદ કેજરીવાલે સંતોનું ભગવા વસ્ત્રો આપીને સ્વાગત કર્યું હતું. તેમજ 18 હજાર રૂપિયાની જાહેરાત માટે સંતોએ કેજરીવાલની પ્રશંસા કરી હતી.
સનાતન ધર્મ માટે આટલું મોટું કામ થઈ રહ્યું છે
કેજરીવાલે કહ્યું કે ભગવાન નક્કી કરે છે કે તે કયા કામ માટે કોને પસંદ કરે છે. તેમણે કહ્યું કે તેઓ શિક્ષણ, આરોગ્ય ક્રાંતિ અને વીજળીના સુધારા માટે તેમને ચૂંટવા બદલ ભગવાનનો આભાર માને છે. કેજરીવાલે કહ્યું, ‘હવે સનાતન ધર્મ માટે આટલું મોટું કામ થઈ રહ્યું છે, પૂજારી વર્ગ, સનાતન ધર્મ માટે 24 કલાક કામ કરનાર સંત વર્ગ, જે લોકો અને ભગવાન વચ્ચે સેતુનું કામ કરે છે.
આ પણ વાંચો : ભારતનો બાંગ્લાદેશ સરકારને ઝાટકો, શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ તો ભારતે…
પ્રાણ જાય પણ વચન ન જાય
કેજરીવાલે કહ્યું કે, ‘ભાજપનો ટેમ્પલ સેલ છે. જે સમયાંતરે વચનો આપતા રહ્યા પરંતુ તેમણે કશું કર્યું નહીં. આમ આદમી પાર્ટી જે કહે છે તે કરે છે. ભલે અમે તેની જાહેરાત કરવામાં થોડો વિલંબ કર્યો. જો આપણે તેની જાહેરાત કરીએ તો રઘુકુળની પરંપરા હંમેશા ચાલશે. પ્રાણ જાય પણ વચન ન જવું જોઇએ અમે જે કહીશું તે કરીશું. ચૂંટણી બાદ તેનો અમલ કરીશુંઅમને સનાતન ધર્મના તમામ સંતો અને લોકો દ્વારા માર્ગદર્શન મળશે.