ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Horrific Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં 40થી વધુ પ્રવાસીનાં મોત, પાઈલટે શા માટે કરી ઈમર્જન્સી લેન્ડિંગની રિક્વેસ્ટ

નવી દિલ્હી: આજે બુધવારે કઝાખસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ધરાશયી થયું (Kazakhstan plane crash) હતું. કઝાખસ્તાનની ઈમરજન્સી મીનીસ્ટ્રી જણવ્યા અનુસાર પ્લેનમાં 72 લોકો સવાર હતાં, પ્રાથમિક અહેવાલો મુજબ 40 વધુ મુસાફરોના મોત થયા છે. અહેવાલ મુજબ ક્રેશમાં 25થી વધુ મુસાફરો બચી ગયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક છે.

ઈમરજન્સી લેન્ડીંગની રીક્વેસ્ટ:
રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 રશિયાના બાકુથી ગ્રોઝની જઈ રહી હતી, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેને વાળવામાં આવ્યું હતું. જે લગભગ 1800 કિમી દૂર હતું. જો કે, પ્લેન અક્તાઉ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે ઈમરજન્સી લેન્ડીંગની રીક્વેસ્ટ કરી હતી.

https://twitter.com/i/status/1871825319826784616

72 મુસાફરો સવાર હતાં:
કઝાકિસ્તાન પ્રસાશનના જણાવ્યા મુજબ, પ્લેન દુર્ઘટનામાં 40 થી વધુ લોકોના મોતની આશંકા છે. અહેવાલ મુજબ 11 વર્ષના બાળક અને 16 વર્ષના સગીર સહિત પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો : Video: કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ, મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા…

કઝાખસ્તાનના મીડિયાએ શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સ મળીને 110 લોકો પ્લેનમાં સવાર હતાં. બાદમાં, પ્રસાશને 67 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સ હોવાની માહિતી આપી હતી.

ક્રેશનો વિડીયો:
ક્રેશ સમયનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે પ્લેન ઉંચાઈથી ઝડપથી જમીન તરફ આવતું દેખાય છે. જામીન પટકાયા બાદ પ્લેન અગનગોળામાં ફેરવાઈ જાય છે, ત્યાર બાદ સ્થળ પર ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. પ્લેન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.

ક્રેશ સાઈટ પર ભયાનક દ્રશ્યો:
ક્રેશ સાઇટના ભયાનક ફોટોઝ પણ શેર કરવામાં આવી રહ્યા છે. ફ્યુઝલેજ અને ટેલના ટુકડાઓ ખેતરમાં પથરાયેલા જોવા મળે છે.

https://twitter.com/i/status/1871841743861149838

કઝાકિસ્તાનની ઈમરજન્સી મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગે ક્રેશ સાઇટ પર આગને કાબૂમાં લીધી હતી, ઉમેર્યું હતું કે બચી ગયેલા લોકોને તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એરલાઇન્સનું નિવેદન:
એક નિવેદનમાં, અઝરબૈજાન એરલાઇન્સે જણાવ્યું હતું કે અક્તાઉથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

એરલાઈને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક નિવેદનમાં જણાવ્યું કે, “અઝરબૈજાન એરલાઇન્સ દ્વારા સંચાલિત એમ્બ્રેર 190 એરક્રાફ્ટ, બાકુ-ગ્રોઝની રૂટ પર J2-8243 નંબરની ફ્લાઇટે અક્તાઉ શહેરની નજીક લગભગ ત્રણ કિલોમીટર દૂર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. આ ઘટના અંગેની વધારાની માહિતી લોકોને આપવામાં આવશે.”

પ્રસાશન ટેકનીકલ કારણો સહિત ક્રેશના સંભવિત વિવિધ કારણો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button