રાજ શેખાવતની આત્મવિલોપનની ચીમકી બાદ અટકાયત, કમલમને ઘેરવાનો હતો કાર્યક્રમ

ગાંધીનગર: રાજકોટ બેઠક લોકસભાના (Loksabha Election 2024) ભાજપ ઉમેદવાર અને કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવાનું નામ લેતું નથી (Rupala vs kshtriya Samaj).રૂપાલા વિરુદ્ધમાં ઠેર ઠેર દેખાવ કાર્યક્રમો થઈ રહ્યા છે. અગાઉ, કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે (Raj Shekhavat, Karni Sena) 9 એપ્રિલે કમલમના ઘેરાવ અંગે આહ્વાન કર્યું હતું. તેના દ્વારા જાહેર કરયેલા એક વિડીયોમાં તેને ઝંડા અને દંડા સાથે કમલમને ઘેરાવ કરવાનું આહ્વાન કર્યું હતું. જ્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ શેખાવતની એરપોર્ટ અટકાયત કરવામાં આવી છે અને તેમણે કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. જેને લઈને રાજકીય માહોલ અને ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે.
આ પણ વાંચો: ક્ષત્રિયોના વિરોધ અને આંતરિક વિખવાદ વચ્ચે ભાજપ 5,000થી વધુ જાહેર સભાઓ યોજશે
અટકાયત પહેલા તેને એરપોર્ટ અંદરથી વિડીયો બનાવીને તેમણે જણાવ્યુ હતું કે અમારી રજૂઆત કરવા માટે થઈને અમને કમલમ સુધી જવા દે. મને કે મારા ક્ષત્રિય સમાજને જો રોકવામાં આવશે તો હું આત્મવિલોપન કરી લેઈશ.
આપને જણાવી દઈએ કે ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે રૂપાલા તમામ વિરોધ વચ્ચે 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રૂપાલા વાજતે-ગાજતે તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. આમ ભાજપે ક્ષત્રિયોને તે સંકેત પણ આપી દીધો છે કે તે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલાવવા માગતી નથી.
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર