કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગના 45 વર્ષીય મહિલા અધિકારી પ્રથિમા કેએસની બેંગલુરુ શહેરના સુબ્રમણ્યપોરા વિસ્તારમાં આવેલા તેના ઘરે શનિવારે રાત્રે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આજે સોમવારે અધિકારીની હત્યાના આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર, જે છેલ્લા પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ પર સરકારી કર્મચારી હતો, તેણે આરોપની કબૂલાત કરી લીધી છે. આરોપી ડ્રાઈવરે કહ્યું કે તેણે જ પ્રતિમા કેએસની હત્યા કરી કારણ કે તેણે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ડ્રાઈવરની ઓળખ કિરણ તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે હત્યાને અંજામ આપ્યા બાદ બેંગલુરુથી લગભગ 200 કિમી દૂર આવેલા ચામરાજનગર ભાગી ગયો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી કિરણ કર્ણાટક સરકારનો કોન્ટ્રાક્ટ કર્મચારી હતો, જેને પ્રતિમાએ થોડા દિવસો પહેલા નોકરીમાંથી કાઢી મુક્યો હતો. સેવામાંથી બરતરફ કર્યા પછી તેણે પ્રતિમા પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું અને અધિકારીની હત્યા કર્યા પછી તે ચામરાજનગર ભાગી ગયો. પોલીસે આરોપીની ચમરાજનગરમાંથી જ ધરપકડ કરી છે. પૂછપરછ ચાલી રહી છે.
મહિલા અધિકારીની હત્યા બાદ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં શોક વ્યાપી ગયો હતો. મૃતક અધિકારીના પરિવારજનો અને સહકર્મીઓ હજુ પણ આઘાતમાં છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ગુનેગાર સામે કડક પગલા ભરવા આદેશ આપ્યા હતા.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે