ટોપ ન્યૂઝસ્પોર્ટસ

જસપ્રીત બુમરાહ જીત્યો આઇસીસીનો આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર, પાંચમો ભારતીય બન્યો જેણે…

દુબઈઃ ટેસ્ટ જગતના 31 વર્ષીય નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે પ્રતિષ્ઠિત સર ગારફીલ્ડ સોબર્સ અવૉર્ડ’ જીતી લીધો છે. આ પુરસ્કારઆઇસીસી મેન્સ ક્રિકેટર ઑફ ધ યર’ તરીકે ઘોષિત થનાર ખેલાડીને આપવામાં આવે છે અને આઇસીસીએ એના માટે 2024ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર બુમરાહ પર કળશ ઢોળ્યો છે. આ અવૉર્ડ જીતનાર બુમરાહ ભારતના પાંચમો ક્રિકેટર છે. સોમવારે બુમરાહને આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર’ પુરસ્કારના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ આઇસીસીનીટેસ્ટ ટીમ ઑફ ધ યર’માં પણ તેને સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહ તેના કૌશલ્ય, સચોટ બોલિંગ અને સતતપણે વર્લ્ડ ક્લાસ બોલિંગ કરવાની આવડત બદલ આ પુરસ્કારોથી સન્માનિત થયો છે.

2024માં ટેસ્ટ તેમ જ ટી-20 ક્રિકેટમાં બુમરાહનું પ્રભુત્વ હતું. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં તેણે 15 વિકેટ લીધી હતી અને સૌથી ઓછી ઇનિંગ્સમાં 200 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. `સર ગારફીલ્ડ સોબર્સ અવૉર્ડ’ જીતનાર બુમરાહ પાંચમો ભારતીય છે. આ પહેલાં રાહુલ દ્રવિડ (2004), સચિન તેન્ડુલકર (2010), રવિચન્દ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલી (2017, 2018) આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યા હતા. બુમરાહે 2024નું વર્ષ 907 રેટિંગ પૉઇન્ટ સાથે પૂરું કર્યું હતું જે ભારતીય બોલર્સના ઇતિહાસમાં હાઇએસ્ટ છે.

બુમરાહે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 13 મૅચમાં કુલ 71 વિકેટ લીધી હતી અને 14.92 તેની બોલિંગ-ઍવરેજ હતી. તેણે તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-શ્રેણીમાં 32 વિકેટ લીધી હતી જે તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. તેણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં કુલ 77 વિકેટ લીધી હતી એમ છતાં ભારત (ખાસ કરીને ફ્લૉપ બૅટિંગ બદલ) ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button