ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં બે શંકાસ્પદ શખ્સની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી શહેરમાંથી ભારતીય સેનાએ બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી છે. સેનાએ બંને પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય હથીયારો જપ્ત કર્યા છે. ભારતીય સેનાએ આ અંગે જાણકારી આપી હતી. બંને શંકાસ્પદની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા છે.

સૈન્ય અધિકારીઓએ મડિયાને માહિતી જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 14 સપ્ટેમ્બરે બારામુલ્લાના ઉરીમાં એક ‘મોબાઇલ વાહન ચેક પોસ્ટ’ ગોઠવવામાં આવી હતી. આ ચેક પોસ્ટ પર તૈનાત જવાનોએ બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. શંકાસ્પદો પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય ઘાતક સામગ્રી મળી આવી છે. આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અનંતનાગમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે ત્રીજા દિવસે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશિષ ધૌનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ શહીદ થયા હતા. સેનાને આજે સવારે ચોથા સૈનિકનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ તેના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button