જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીએ બે લોકોને મારી ગોળી, સેનાએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન... | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીએ બે લોકોને મારી ગોળી, સેનાએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન…

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીએ (Terrorists fired) ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બે લોકોની ગોળી મારવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના માગામના મજહામા વિસ્તારમાં (Magam area of Budgam district) ગોળી વાગવાથી સૂફિયાન અને ઉસ્માન ઘાયલ થયા હતા. બંને ઘાયલને હોસ્પિટલ (hospital for treatment) લઈ જવામાં આવ્યા છે અને તબિયત સ્થિર છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…

ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોની ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. હાલમાં ચિનાબ ઘાટીના ડોડા જિલ્લામાં બે આતંકવાદી જૂથો સક્રિય છે. આ માહિતી જિલ્લાના SSP મોહમ્મદ અસલમે આપી હતી. એસએસપીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ પ્રવૃત્તિમાં સ્થાનિક આતંકવાદીઓ સામેલ હોવાના કોઈ પુરાવા નથી. સ્થાનિક નાગરિકોએ પણ આતંકવાદીઓને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો કોઈપણ પડકારનો સામનો કરવા માટે સતર્ક અને તૈયાર છે.

સંબંધિત લેખો

Back to top button