“…માનો જાણે ગયા જનમમાં હું બંગાળમાં જન્મેલો” માલ્દામાં પીએમ મોદીનું નિવેદન
માલદા : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલ્દામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે તમે મને જે પ્રેમ આપો છો તે જોતાં મને લાગી રહ્યું છે કે જાણે ગયા જન્મમાં હું બંગાળમાં જન્મ્યો હોઈશ અથવા આગલા જન્મમાં મારે બંગાળમાં જન્મ લેવાનો છે. મને આટલો પ્રેમ ક્યારેય મળ્યો નથી.”
દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વચ્ચે પીએમ મોદી પશ્ચિમ બંગાળના માલ્દામાં છે, જ્યાં તેમણે કહ્યું કે સવારથી જ લોકો ઉત્સાહ અને ઉમંગની સાથે લોકશાહીનો ઉત્સવ માનવી રહ્યા છે. તમારો આ પ્રેમ સર આંખો પર છે. તેમણે કહ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે જાણે ગયા જન્મમાં હું બંગાળમાં જન્મ્યો હતો અથવા આગલા જન્મમાં હું બંગાળમાં જન્મ લેવાનો છું.
તેમણે મમતા સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે “ એક સમય હતો કે જ્યારે બંગાળ ભારતના વિકાસનું એન્જિન ગણાતું હતું. તે સામાજિક વિકાસ હોય, વૈજ્ઞાનિક ઉપલબ્ધીઓ હોય કે કીર્તિ. એવું કોઈ ક્ષેત્ર નહોતું કે જેની આગેવાની બંગાળી પ્રજા ન કરે, પરંતુ પહેલા લેફ્ટ પાર્ટી અને હવે ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)એ બંગાળની ભવ્યતાને તહેસ નહેસ કરી નાખી છે અને વિકાસની ગાડીને રોકી દીધી છે.”