ટોપ ન્યૂઝનેશનલ

અવકાશમાં ISRO એ રચ્યો ઈતિહાસ: Spadex મિશન સફળતાપૂર્વક લોન્ચ…

નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આ વર્ષનું અંતિમ મિશન Spadexને લોન્ચ કરી દીધું છે. ઇસરોએ તેના વધુ એક ઐતિહાસિક મિશનને સાકાર કરી દીધું છે. ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, SpaDeXનું PSLV ચારેય તબક્કા સફળતાપૂર્વક પસાર કર્યા બાદ આગળ વધી રહ્યું છે. પ્રાથમિક સ્પેડેક્સ અવકાશયાન ‘A’ અને ‘B’ ઓનબોર્ડ PSLV-C60 સફળતાપૂર્વક અલગ થયા.

મિશનના સફળ પ્રક્ષેપણથી રચ્યો નવો ઈતિહાસ

આ મિશનના સફળ પ્રક્ષેપણ સાથે ઈસરોએ વધુ એક નવો ઈતિહાસ લખ્યો છે. આ મિશનને અવકાશનો સૌથી મોટો પ્રયોગ માનવામાં આવે છે. નોંધનીય છે કે આ મિશન માટે 24 પેલોડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી 14 ISRO સંશોધન કેન્દ્રના છે, જ્યારે 10 ખાનગી યુનિવર્સિટીઓ અને સ્ટાર્ટઅપ્સના છે, જે અવકાશ ક્ષેત્રમાં નવીનતા અને સહકારને પ્રોત્સાહન આપવા માટે મિશનની ભૂમિકાને દર્શાવે છે .

https://twitter.com/isro/status/1873768695815975184

મિશનના લોન્ચના સમયમાં થોડો ફેરફાર

ઈસરોએ મિશનના લોન્ચના સમયમાં થોડો ફેરફાર કર્યો હતો, તેને મૂળ 9:58 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે રાત્રે 10 વાગ્યે લોન્ચ કર્યું હતું. જોકે, આ ફેરબદલ પાછળ કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. ISROના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રક્ષેપણની તૈયારીઓ રવિવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ થતા 25 કલાકના કાઉન્ટડાઉન સાથે સમયસર પૂર્ણ કરવામાં આવી હતી.

ISRO દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે

લોન્ચની જાહેરાત કરતા, ISROએ જણાવ્યું હતું કે, “SpaDeX એ ભારતની ઓર્બિટલ ડોકીંગ ક્ષમતા સ્થાપિત કરવા માટેનું એક મહત્વાકાંક્ષી મિશન છે, જે ભવિષ્યના માનવસહિત અવકાશ મિશન અને સેટેલાઇટ સેવાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ હશે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button