(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
આમચી મુંબઈટોપ ન્યૂઝ

ISIS Module Case: સાતારાના દુકાનમાલિક પાસેથી લૂંટેલી રોકડનો ઉપયોગ બૉમ્બ બનાવવા કરાયો

પુણે: આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં ગયા વર્ષે ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીએ સાતારામાં સાડીની દુકાનના માલિક પાસેથી રોકડ લૂંટી હતી અને એ નાણાંનો ઉપયોગ બૉમ્બ બનાવવા માટેની સામગ્રી ખરીદવા કરાયો હોવાનું મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ)ના કથિત મોડ્યુલનો પર્દાફાશ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. એટીએસે ત્રણ આરોપી મોહમ્મદ શાહનવાઝ આલમ શફીઉજમા ખાન, મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકી અને ઝુલ્ફીકાર અલી બરોડાવાલાની કેન્દ્રીય એજન્સી પાસેથી કસ્ટડી મેળવી હતી. ત્રણેય આરોપીને બુધવારે વિશેષ એટીએસ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને 21 માર્ચ સુધીની એટીએસ કસ્ટડી ફટકારી હતી.


અધિકારીના જણાવ્યા મુજબ યુનુસ અને તેના સાથી મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યુનુસ ખાનને 18 જુલાઈ, 2023ના રોજ પુણેના કોથરુડ વિસ્તારમાંથી વાહનચોરીનો પ્રયાસ કરતી વખતે પકડી પાડવામાં આવ્યા હતા. તે સમયે શાહનવાઝ ફરાર થઈ ગયો હતો, પરંતુ પછીથી દિલ્હી પોલીસે તેને પકડી પાડ્યો હતો.


પકડાયેલા આરોપીઓની પૂછપરછ બાદ એનઆઈએએ બરોડાવાલાની ધરપકડ કરી હતી. એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પુણેના કોંઢવા પરિસરમાં રહેતા હતા ત્યારે યુનુસ અને શાહનવાઝ આલમે 8 એપ્રિલ, 2023ના રોજ સાતારામાં પિસ્તોલની ધાકે સાડીની દુકાનના માલિકને લૂંટ્યો હતો. દુકાનમાલિક પાસેથી આરોપીઓને એક લાખ રૂપિયા મળ્યા હતા. આ રકમમાંથી બન્ને આરોપી અને બરોડાવાલાએ બૉમ્બ બનાવવા માટેની સામગ્રી ખરીદી હતી. એટીએસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button