ટોપ ન્યૂઝનેશનલ

Indian navy: INS વિશાખાપટ્ટનમે અરબી સમુદ્રમાં ડ્રોન હુમલાથી કોમર્શિયલ જહાજને બચાવ્યું

મુંબઈ: ભારતીય નૌકાદળે ગલ્ફ એડનમાં ડ્રોન હુમલા હેઠળ ફસાયેલા માલવાહક જહાજને રેસ્ક્યુ કર્યું હતું. ડિસ્ટ્રેસ કોલ મળ્યા પછી ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમને તૈનાત કર્યું હતું, જેણે જહાજને સહાયતા પૂરી પાડી હતી.

બુધવારે રાત્રે યમનના એડન પોર્ટથી 60 નોટિકલ માઈલ દક્ષિણમાં કોમર્શિયલ જહાજ ‘MV Genco Picardy’ પર ડ્રોન હુમલા થયો હતો, જેનું INS વિશાખાપટ્ટનમે રેસ્ક્યુ કર્યું હતું. જાહજમાં 9 ભારતીયો સહિત 22 ક્રૂ મેમ્બરો સવાર હતા.
ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું.” એડનના અખાતમાં ચાંચિયાગીરી વિરોધી પેટ્રોલિંગ હાથ ધરવા આઈએનએસ વિશાખાપટ્ટનમ તૈનાત કરવામાં આવ્યું હતું, 18 જાન્યુઆરી 24 ના રોજ 0030 કલાકે ડિસ્ટ્રેસ કોલને મળ્યો હતો.”


જહાજ એમવી જેન્કો પિકાર્ડીને અટકાવ્યા પછી બોમ્બ નિષ્ણાતો નિરીક્ષણ કરવા માટે વહાણમાં સવાર થયા હતા નૌકાદળે જણાવ્યું હતું કે “નિષ્ણાતોના સંપૂર્ણ નિરીક્ષણ પછી આગળના પરિવહન માટે જહાજ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું, જહાજ આગામી પોર્ટ પર આગળ વધી રહ્યું છે,”


ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હૂથી આતંકવાદીઓ દ્વારા હુમલામાં વધારો કરવાની વધતી જતી ચિંતાઓ વચ્ચે આ ઘટના બની છે. નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે આવી દરિયાઈ ઘટનાઓ સામે કડક પગલા લેવાની સૂચનાઓ જાહેર કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત 23 ડિસેમ્બરના રોજ 21 ભારતીય ક્રૂ સભ્યો સાથેનું એમવી કેમ પ્લુટો જહાજ ડ્રોન હુમલાનું ટાર્ગેટ બન્યું હતું. એમવી કેમ પ્લુટો ઉપરાંત, અન્ય એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર જે ભારત તરફ જઈ રહ્યું હતું તે પણ એ જ દિવસે દક્ષિણી લાલ સમુદ્રમાં ડ્રોન હુમલા હેઠળ આવ્યું હતું, આ જહાજમાં 25 ભારતીય ક્રૂની ટીમ હતી.
અન્ય એક ઘટનામાં જહાજ એમવી રુએનને 14 ડિસેમ્બરે ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button