Oman Rescue Mission: ઓમાન પહોંચ્યું INS Teg, ડૂબેલા જહાજમાંથી નવ જણને બચાવાયા
નવી દિલ્હીઃ ઓમાન નજીક દરિયામાં ડૂબેલા જહાજના નવ ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જહાજમાં કુલ 16 સભ્ય હતા, જેમાંથી હજુ પણ સાત લોકો ગુમ છે. બચાવવામાં આવેલા નવ લોકોમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. લખાય છે ત્યારે હજુ પણ સાત ક્રૂ મેમ્બર ગુમ છે, જેમાં પાંચ ભારતીય અને બે શ્રીલંકનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વિદેશી જહાજો મુદ્દે શ્રી લંકાનો યુ-ટર્નઃ ભારત સરકારની ઊંઘ હરામ થશે?
ઓમાનમાં તેલના ટેન્કરના ડૂબવાની માહિતી મળ્યા પછી ભારતીય નૌકાદળે આઈએનએસ તેગને બચાવ કામગીરી અને રાહત માટે મોકલવામાં આવી હતી. આઈએનએસ તેગના પહોંચ્યા પછી દરિયામાં બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. ઓમાન તરફથી પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તેલનું ટેન્કરવાળું જહાજ ઓમાન નજીક ડૂબ્યું હતું, જેના પર કોમોરોસના ઝંડો હતો. ગૂડ્સની હેરફેરવાળું જહાજ 14 જુલાઈના રાતના દસ વાગ્યાના સુમારે ઓમાનના દરિયાકિનારા નજીક ઈમર્જન્સીનો મેસેજ મકોલવામાં આવ્યો હતો. ઓમાનના ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સંપર્કમાં હતા.
આ પણ વાંચો: હુતી બળવાખોરો દ્વારા ફરીથી એડન ખાડીમાં વ્યાપારી જહાજ પર હુમલો
જહાજ ડૂબવાની જાણકારી મળ્યા પછી ઓમાનની દરિયાઈ સુરક્ષા કરનારી ટીમે સર્ચ અને બચાવ કામગીરી હાથમાં ધરવામાં આવી છે. પંદરમી જુલાઈથી ભારતીય નૌકાદળ દ્વારા તપાસ અને બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ 16 જુલાઈના આઈએનએસ તેગને મોકલવામાં આવ્યા પછી ડૂબેલા જહાજનું લોકેશન પણ શોધી લેવામાં આવ્યું હતું.