ભારતીયોને ક્યા 7 દેશોમાં નહીં જવા મોદી સરકારની સલાહ? શું છે કારણ?

ભારતીયોને ક્યા 7 દેશોમાં નહીં જવા મોદી સરકારની સલાહ? શું છે કારણ?

નવી દિલ્હીઃ વિશ્વમાં અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. હમણાં જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પણ યુદ્ધ શરૂ થયું હતું. આવી સ્થિતિમાં મોટાભાગના દેશોએ પોતાના દેશના મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે પણ થાઇલેન્ડમાં રહેતા ભારતીય નાગરિકોને થાઇલેન્ડ-કંબોડિયાની સરહદ આસપાસ જવાની ના પાડી દીધી છે. આ દેશમાં અત્યારે સ્થિતિ વધારે ચિંતાજનક હોવાથી લોકો મુશ્કેલીમાં ના મુકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા પણ ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન, ઈઝરાયલ, સહિત કેટલાક દેશોમાં જવાના ના પાડી દીધી હતી. આનું કારણ તે દેશોની સુરક્ષા વ્યવસ્થા, વધતી હિંસા, આતંકી ઘટનાઓ અને કથળતી કાનૂની વ્યવસ્થા છે. જેથી આવા સાત દેશોની મુસાફરી ના કરવા માટે ભારતીય વિદેશ મંત્રાલયે સૂચના આપી છે. તો ચાલો જોઈએ કે કયા દેશોમાં જવાની ભારતે ના પાડી છે…

ઈરાન
ઈરાનમાં લગાતાર હિંતા અને આંતકવાદનો ખતરો રહે છે. જેના કારણે વિદેશી નાગરિકોને સુરક્ષાની સેવાઓ ખૂબ જ ઓછી મળશે. ઈરાનમાં અત્યારે હાલાત ખૂબ જ ગંભીર છે. જેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે, હમણાં ઇરાકની મુસાફરી ન કરો.

સીરિયા
અહીં સશસ્ત્ર જૂથોની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે અહીં વારંવાર હુમલા અને હત્યાની ઘટનાઓ બની હોય છે. સીરિયા વિદેશી લોકો માટે જરાય સુરક્ષિત નથી. સીરિયામાં જવું અત્યારે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ રસ્તા પર અનેક વખત બ્લાસ્ટ થાય તેવા ઉપકરણો પણ જોવા મળતા હોય છે. જેથી ભારતે પોતાના નાગરિકોને સીરિયાની યાત્રા કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

લિંબિયા
લિંબિયાની સ્થિતિ પણ સીરિયા જેવી જ છે. અહીં પણ વિદેશી લોકો સુરક્ષિત નથી. તેમના માટે કોઈ પણ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે લિંબિયામાં જવા માટે ભારત સરકારે પોતાના નાગરિકોને ના પાડી દીધી છે.

કંબોડિયા
કંબોડિયામાં અત્યારે પ્રવાસ કરવાની ના પાડવામાં આવી તેનું કારણ એ પણ છે કે, અહીં ફેક નોકરીની ઓફરો આપીને ફ્રોડ કરવામાં આવે છે. કેટલાય ભારતીય લોકો નોકરીની લાલચમાં અહીં આવે છે અને આ ફ્રોડનો શિકાર બને છે. જેથી કોઈ પણ પ્રકારની વિદેશી નોકરીની ઓફર આવે તો પહેલા તેને સંપૂર્ણ રીતે તપાસ કરવી અને બાદ ભારતીય દૂતાવાતનો સંપર્ક કરવો. જ્યારે બીજૂ કારમે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ ભારતે આ નિર્ણય લીધો છે.

મ્યાનમાર
મ્યાનમારમાં ઘણા એવા વિસ્તારો છે, જેમાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સશસ્ત્ર પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સંદેશાવ્યવહારની સેવાઓ પણ ખોરવાઈ જાય છે, જેથી મુશ્કેલ સમયે તમે કોઈને સંપર્ક પણ કરી શકતા નથી. જેથી ભારતીય નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જેઓ પહેલાથી જ છે તેમને મ્યાનમારના જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે અને દૂતાવાસનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે.

લેબનોન
લેબનોનમાં વારંવાર બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બનતી રહે છે. આ સાથે લેબનોનમાં સુરક્ષાની સ્થિતિ પણ ચિંતાજનક હોવાથી આ દેશમાં પ્રવાસ કરવો જોખમી છે. લેબનોનના મોટાભાગના વિસ્તારો જોખમી હોવાનું જાણવા મળ્યું, જ્યા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જે લોકો પહેલાથી જ અહીં રહે છે તેમને સુરક્ષિત સ્થળે રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

બાંગ્લાદેશ
આપણાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ સ્થિતિ અત્યારે વિકટ છે, લોકો હિંસા પર ઉતરી આવ્યાં છે અને છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. અનેક જગ્યાએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેથી ભારતીય નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે, બાંગ્લાદેશમાં જવાનું અત્યારે ટાળે અને જે લોકો પહેલાથી ત્યાં રહી રહ્યાં છે તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પણ વાંચો…અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button