
ભારતીય રેલવે (Indian Railways) દુનિયાનું સૌથી મોટું અને વ્યસ્ત કહી શકાય એવું ચોથી નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ ઈન્ડિયન રેલવે દ્વારા હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે જેમાં લાખો કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. દરમિયાન રેલવે દ્વારા પ્રવાસીઓ માટે નવી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવે છે આજે અમે અહીં તમને રેલવેની આવી જ એક ટિકિટ બુકિંગની નવી સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. ચાલો જોઈએ શું છે નવી જાહેરાત-
રેલવન નામની એપ છે તમામ સમસ્યાનું સમાધાન
મળતી માહિતી મુજબ ભારતીય રેલવે દ્વારા રેલવન (RailOne) નામની એપ રજૂ કરવામાં આવી છે. આ એપ પર પ્રવાસીઓને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનની ડિટેઈલ્સ સુધીની તમામ સુવિધાઓ મળી જશે. આ રેલવેની એક સુપર એપ છે, જેની ઉપર તમે આઈઆરસીટીસી ટિકિટ બુકિંગ, અનરિઝર્વ્ડ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગનો વિકલ્પ મળશે.
પીએનઆર સ્ટેટસ ચેક કરી શકાશે
રેલવન એપ પર ટિકિટ બુક કરવાની સાથે સાથે તમે પીએનઆર સ્ટેટસ પણ ચેક કરી શકશો. આ જ એપ પર તમે તમારી ટ્રેનની કોચ પોઝિશન, રેલવે હેલ્પ, ટ્રાવેલ ફીડબેક અને બીજી ડિટેઈલ્સ પણ તપાસી શકો છો.
આ પણ વાંચો: Indian Railwaysની આ એપ છે ખુબ જ કામની, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
એક જ પ્લેટફોર્મ પણ મળશે તમામ સુવિધાઓ
ભારતીય રેલવે દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે જેથી પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. આ એપને કારણે પ્રવાસીઓનો રેલવે પ્રવાસ અને ટિકિટ બુકિંગનો એક્સપિરિયન્સ વધારે સારો બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
ક્યાં મળશે આ એપ?
રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ નવી એપ તમને આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ પર તમે સિંગલ લોગ ઈનથી કામ કરી શકશો.
કઈ રીતે કરશો લોગ ઈન?
યુઝર્સ માટે આ એપ પર લોગ ઈન કરવા માટે રેલકનેક્ટ (RailConnect) કે યુટીએસઓનમોબાઈલ (UTSonMobile) ક્રેડેન્શિયલ્સથી લોગઈન કરી શકો છો. યુઝર્સને રેલવેની અલગ અલગ સર્વિસ માટે અલગ અલગ એપની જરૂર નહીં રહે.
આ પણ વાંચો: Indian Railwayની ટ્રેનો રાતના સમયે કેમ ફૂલસ્પીડમાં દોડે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…
આર વોલેટ પણ મળશે
આ એપ્લિકેશનમાં યુઝર્સને આર વોલેટની સુવિધા મળશે. યુઝર્સ પોતાના એકાઉન્ટને સિમ્પલ એમપીન mPIN કે બાયોમેટ્રિક્સ લોગઈનથી એક્સેસ કરી શકો છો.
એક જ જગ્યાએ તમામ ટિકિટ મળશે
અત્યાર સુધી પહેલાં રિઝર્વ અને બાદમાં અનરિઝર્વ કે પ્લેટફોર્મ ટિકિટ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ હવે આ તમામ સુવિધાઓ અને ટિકિટ્સ યુઝર્સને મળી જશે.