
નવી દિલ્હી-કરાચીઃપહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતના એક પછી નીતગત નિર્ણયો પછી મંગળવાર મધરાતથી ભારત કાળ બનીને પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર વરસ્યું છે ત્યારે આજે દિવસ દરમિયાન અનેક શહેરો પર એટેક કર્યા પછી પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારો પર આક્રમક હુમલો કર્યો હતો. આ હુમલાનો વળતો જવાબ આપવા માટે ભારતીય નૌકાદળે પોર્ટ સિટી પર હુમલો કર્યો હતો.
ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલામાં કરાચી પોર્ટને મોટું નુકસાન થયું હતું. પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે ભારતીય નૌકાદળે આઈએનએસ વિક્રાંતને અરબ સાગરમાં તહેનાત કર્યું હતું. નૌકાદળે સ્ટ્રાઈક શિપ કરવર કિનારા પર લાંગરી હતી.
ભારતે આઈએનએસ વિક્રાંત પરથી હુમલો કર્યો છે. કરાચી હાર્બર પર એકસાથે એક કરીને દસ જેટલા ધડાકા થતા પોર્ટને મોટું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય નૌકાદળના હુમલામાં કરાચી અને ઓરમારા પોર્ટને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર માટે ટાર્ગેટ આ રીતે નક્કી કરવામાં આવ્યા; આતંકવાદી સંગઠનોની કમર તૂટી…
સરકારી સૂત્રોએ કહ્યું છે કે ઈસ્લામાબાદ દ્વારા જમ્મુ અને પંજાબમાં અનેક જગ્યાએ હુમલો કર્યા પછી ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના એફ-16 અને બે ફાઈટર જેટ્સને માર્યા છે. દરમિયાન ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (એડબલ્યુએસીએસ)ને તોડી છે. આ હુમલો પાકિસ્તાનની સીમામાં કરવામાં આવ્યો હતો.
ભારતીય નૌકાદળના ફાઈટર જેટ્સ મારફત કરાચી પોર્ટને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. દરમિયાન ભારતીય નૌકાદળે જખૌ અને ઓખા વચ્ચે આઈએમબીએલથી પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હુમલો કર્યો છે. આ હુમલાને કારણે પાકિસ્તાનની નેવીને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. અહીં એ જણાવવાનું કે ભારતે આ અગાઉ 1971ના યુદ્ધમાં કરાચી પોર્ટ પર હુમલો કર્યો હતો. એ યુદ્ધમાં પણ આઈએનએસ વિક્રાંત કરાચી પોર્ટ પર કાળ બનીને વરસ્યું હતું.