
શ્રીનગર : જમ્મુ કશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના ટ્રક પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં (Terrorists Attacked On IAF In Poonch) સેનાએ આતંકીઓની શોધ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ શોધખોળમાં સેનાના જવાનો, ડ્રોન અને હેલિકોપ્ટરનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો સેનાએ પણ આતંકવાદી પર 20 લાખનું ઈનામ જાહેર કરવામાં આવી છે. સેનાએ 2 આતંકવાદીના સ્કેચ પણ બનાવય્યા છે. સેનાને શનિવારે બે કે ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાની આશંકા છે.
આ હુમલામાં એરફોર્સના જવાન વિકી પહાડે શહીદ થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર ઉધમપુર બેઝ પર ચાલી રહી છે. આ આતંકવાદીઓ વિશેની સૂચના સશસ્ત્ર દળોને 9541051981 અને 8082294375 નંબર પર માહિતી આપી શકાય છે. માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
સુરક્ષા એજન્સીઓએ આ કેસમાં 20 લોકોની અટકાયત કરી છે. કેસની તપાસ ચાલી રહી છે. સુરનકોટના સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. પુંછના દાના ટોપ, શાહશતાર, શિન્દ્રે અને સનાઈ સહિત અનેક વિસ્તારોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. જનરલ ઓફિસર કમાંડીંગ XVI (GOC 16) અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.