નવીદિલ્હી: ભારતીય વાયુસેના(Indian Airforce)ની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે,સંરક્ષણ મંત્રાલયે (Defense Ministry) સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ Tejas MK 1Aની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતીય વાયુસેના માટે આ વિમાનો બનાવશે. આવા 97 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ(LCA)ની ખરીધી કરવામાં આવશે છે, જેની અંદાજિત કિંમત અંદાજે 67 હજાર કરોડ રૂપિયા છે.
લગભગ ચાર મહિના પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તેજસ MK 1A ફાઈટર પ્લેનની ખરીદી માટે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.
લગભગ ત્રણ વર્ષ પહેલા પણ ફેબ્રુઆરી 2021માં ભારતીય વાયુસેનાએ 48 હજાર કરોડ રૂપિયામાં 83 MK 1A ફાઈટર પ્લેનનો ઓર્ડર આપ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા, 28 માર્ચના રોજ પ્રથમ તેજસ MK 1A વિમાને બેંગલુરુમાં આવેલા HAL થી તેની પ્રથમ ઉડાન ભરી હતી. આ તમામ 87 ફાઈટર એરક્રાફ્ટને 2028 સુધીમાં એરફોર્સમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
30 નવેમ્બર, 2023 ના રોજ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ રૂ. 2.23 લાખ કરોડની વિવિધ કેપિટલ એક્વિઝિશન દરખાસ્તોને મંજૂરી આપી હતી. આ દરખાસ્તોમાં, રૂ. 2.20 લાખ કરોડની રકમનું કેપિટલ સ્થાનિક ઉદ્યોગોથી મેળવવામાં આવશે. આનાથી ભારતીય સંરક્ષણ ઉદ્યોગને આત્મનિર્ભરતાના ધ્યેયને હાંસલ કરવાની દિશામાં મોટો પ્રોત્સાહન મળશે.
આ ઉપકરણોની ખરીદી ભારતીય વાયુસેનાને વધુ તાકાત પૂરી પાડશે, ત્યારે સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગોને પણ બળ મળશે. આનાથી વિદેશી ઉત્પાદકો પરની નિર્ભરતા પણ ઘણી હદ સુધી ઘટી જશે.