કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે બહાર પાડી એડવાઈઝરી
ભારત અને કેનેડાના સંબંધો હમણાં થોડા તણાવયુક્ત બન્યા છે ત્યારે ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમણે ભારતીયોને ચેતવ્યા છે અને સતર્ક રહેવા જણાવ્યું છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓને સાવધાન રહેવા જણાવ્યું છે. અહીં બદલાયેલા માહોલ અને એન્ટિ-ઈન્ડિયન પ્રવૃત્તિઓને લીધે સાવધાની વવર્તવા જણાવ્યું છે.
કેનેડા અને ભારતના વણસતાં સંબંધો વચ્ચે બંને દેશના રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપી દેવાયા છે. કારણ કે કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પોષણ મળી રહ્યું છે અને ભારત વિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે. કેનેડામાં લાખો ભારતીયો રહે છે અને સ્ટુડન્ટ પણ ત્યાં રહીને ભણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને દેશો વચ્ચે વેપાર-ધંધા વિકાસેલા છે અને ખાસ કરીને હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે દર વર્ષે જાય છે. કેનેડાના ઘણા વિસ્તારોમાં ભારતીયોની સંખ્યા ખૂબ વધારે છે. ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ તેમના તેમના પરિવારો ચિંતામા આવી ગયા છે.
આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકોને સલાહ આપી છે અહીં રહેતા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યાં તણાવયુક્ત માહોલ હોય ત્યાં જવાનું ટાળે. આ સાથે એક પ્રાંતમાંથી બાજ પ્રાંતમાં મુસાફરી કરતચા સમયે સાવધાની વર્તે. એડવાઈઝરીમાં ભારતીયોને ભારતના હાઈ કમિશન સાથે સંપર્કમાં રહેવા અને ત્યાં રજિસ્ટ્રેશન કરવા પણ કહેવાયું છે. આ સાથે મદદ પોર્ટ્લ પર પણ રજિસ્ટ્રેશન કરવા કહેવામાં આવ્યું છે