નવી દિલ્હી: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં ભારત અને બાંગ્લાદેશના સબંધો અનેક મુદ્દે ખરાબ થતાં રહ્યા છે. લઘુમતીઓ પર અત્યાચાર, નેતાઓના નિવેદન, સહકાર જેવા મુદ્દાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની સ્થિતિ છે. સરહદ પર તાર લગાવવાનાને મુદ્દે પણ બંને દેશોની સેના વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશની આર્મી આંતરરાષ્ટ્રીય સરહદ પર જ ઘાસ હટાવીને ખાડા ખોદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રહેશે હાજર
સરહદ પર ખાડા ખોદયા!
બાંગ્લાદેશ તરફથી ઘણી જગ્યાઓ પર ખાડા ખોદવાની માહિતી મળી છે. બીજીબી સરહદ પર માટીને હટાવીને ઊંડા ખાડાઓ ખોદી રહી છે. આ મુદ્દે બીએસએફની ચિંતા પણ વધી છે. પાછલા દિવસોમાં તીન બીઘા કોરિડોર નજીક ખુલ્લી સરહદ પર તાર લગાવવાના મુદ્દે બંને દેશની સેનાઓ સામસામે આવી ગઈ હતી અને તણાવની સ્થિતિ સર્જાય ગઈ હતી. તણાવની સ્થિતિની વચ્ચે બંને દેશોના સીમા સુરક્ષા દળોએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.
બોર્ડર પર જવાનોની સક્રિયતા વધી
સ્થાનિક ટીવી ચેનલના અહેવાલ અનુસાર ઉત્તર બંગાળના સરહદી વિસ્તારમાં બંને દેશોના સરહદ સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ જોવા મળી હતી. સરહદના બંને બાજુથી ગ્રામ્ય લોકોની વચ્ચે પણ આ મુદ્દે જ અથડામણ થઈ હતી અને તેની ગંભીરતાને ધ્યાને લઈને બાંગ્લાદેશ આર્મીએ તેના જવાનોની સંખ્યામાં વધારો કરી દીધો હતો. તો બીજી તરફ BSF દ્વારા પણ વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તીન બીઘા સરહદ પર બંને દેશની આર્મી પૂર્ણ સક્રિય સ્વરૂપે જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…
BSF સાથે બેઠક
સરહદ પર વધેલા સંઘર્ષ બાદ બાંગ્લાદેશ આર્મી દ્વારા BSFના પ્રાદેશિક વડા સાથે બેઠક કરી હતી, જેમાં સરહદ પર શાંતિને પ્રોત્સાહન આપવા તેમજ બંને દળો વચ્ચે પરસ્પર સહયોગ અંગે ચર્ચા થઈ હતી. બાંગ્લાદેશની વિનંતી પર ભારતે તાર બનાવવાની યોજનાને બંધ કરવા પર સહમતિ સાધવામાં આવી હતી. યુનુસ સરકારે આજે જ હિંદુઓ પરના હુમલાઓ મુદ્દે રાજકારણ પર કળશ ઢોળ્યા પછી હવે સરહદ પરની વધતો સંઘર્ષ મુશ્કેલીનું નિર્માણ કરે તો નવાઈ નહીં.