ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્ય પર લટકતી તલવાર? નીતીશ મમતા બાદ AAP પણ આપશે રાહુલને ઝટકો?

નવી દિલ્હી: દેશભરમાં 2024 લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચૂંટણી પહેલા જ બિહારમાં ‘ઓપરેશન લોટસ’ સફળ કરાવીને નીતીશ કુમારના કેસરિયા કરાવી દીધા. આમ કરીને ભાજપે મોટો રાજકીય ખેલ પાડી દીધો છે. નીતીશ કુમારનું NDAમાં ભળી જવાથી I.N.D.I.A. ગઠબંધનને મોટું નુકસાન થયું હોય તેવું કહી શકાય.

તેવામાં રાહુલ ગાંધીની ભરાત જોડો ન્યાય યાત્રાને લઈને CM મમતા બેનર્જીનું નિવેદન અને સીટ શેરિંગ મુદ્દેના ખટરાગ પણ જાણીતા છે. આ બધા જ દ્રશ્યો ઈન્ડિયા ગઠબંધન માટે અત્યારે માથાનો દુખાવો બની રહ્યા છે.

આ બધાની વચ્ચે AAP (આમ આદમી પાર્ટી)એ પણ એક મહત્વની જાહેરાત કરી દીધી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને તાજેતરમાં દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 13 લોકસભા બેઠકો જીતશે. પંજાબ અને દિલ્હીમાં સીટ વહેંચણી પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આ બંને રાજ્યોમાં સત્તામાં રહેલી પાર્ટીએ હરિયાણામાં પણ ત્રણ સીટની માંગણી કરી છે.

હરિયાણામાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હરિયાણાના જીંદમાં પરિવર્તન જનસભાને સંબોધી હતી. કેજરીવાલના સંબોધનમાં કોંગ્રેસ પ્રત્યે કઠોરતા અને નરમાઈ બંને જોવા મળ્યા.

એક તરફ તેમણે કહ્યું કે અમે (AAP) ઈન્ડિયા એલાયન્સ સાથે લોકસભાની ચૂંટણી લડીશું અને સાથે જ તેમણે વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની પણ જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાવાની છે, જ્યારે વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની સક્રિયતાનો અર્થ પણ શોધવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલની રેલીઓને કોંગ્રેસ પર લોકસભાની ચૂંટણીમાં તેની માંગ પ્રમાણે બેઠકો મેળવવા માટે દબાણ બનાવવાની તેમની સ્ટ્રેટેજી સાથે પણ જોડવામાં આવી રહી છે.

કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં પોતાની સરકારના વખાણ કર્યા અને કહ્યું કે આ બંને રાજ્યના લોકો ખુશ છે. હવે હરિયાણામાં એક મોટા બદલાવની જરૂરિયાત છે. કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું હતું કે અગાઉની સરકારથી લોકો નિરાશ હતા.

જનતાએ દરેક પક્ષને મોકો પાયો પરંતુ બધાએ પોતાની નિજોરીઓ જ ભરી. દિલ્હી અને પંજાબમાં 24 કલાક વીજળીનો પુરવઠો અવિરત ચાલુ છે. શું કોંગ્રેસ, ભાજપ, જેજેપી આવું કરી શકે ? આ કામ માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે છે. તેને અહીની 90 વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું જ્યારે લોકસભાની ચૂંટણી INDIA ગઠબંધન સાથે લડશે.

આમ, મમતા, નીતીશ કુમાર બાદ AAPએ પણ રાહુલ ગાંધીને ઝટકો આપીને I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ