નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના પોલીસ જવાનો માટે 1,037 સર્વિસ મેડલની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 214 જવાનોને શૌર્ય માટેના મેડલ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્ર પ્રમુખના એક મેડલ ફોર ગેલેન્ટ્રીનો સમાવેશ થાય છે. 231 મેડલ ફોર ગેલેન્ટ્રી આપવામાં આવ્યા હતા. ગેલેન્ટ્રી એવોર્ડમાં ફાયર જવાનો માટે ચાર અને સિવિલ ડિફેન્સ માટે એક જવાનનો સમાવેશ થાય છે.
સૌથી વધુ બાવન શૌર્ય એવોર્ડવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને આપવામાં આવ્યા હતા. 31 જમ્મુ અને કાશ્મીર પોલીસને, 17 ગેલેન્ટ્રી મેડલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પોલીસને, 15 છત્તીસગઢ પોલીસ અને 12 મધ્ય પ્રદેશ પોલીસને આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર પોલીસને કુલ 59 પોલીસ મેડલ આપવામાં આવ્યા હતા, જેમાં 17 ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ધનાજી હોનમાનેને આપવામાં જેનું 2020માં ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્રના ત્રણ જવાનોને ઉત્કૃષ્ટ પોલીસ સેવા માટે મેડલ અપાયા હતા, જ્યારે 39 પોલીસ જવાનોને પ્રશંસનીય સેવા માટે મેડલ અપાયા હતા.
આ પણ વાંચો : Maharstra election: ઉદ્ધવ ઠાકરે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે, સંજય રાઉતનો દાવો
રાષ્ટ્ર પ્રમુખનો એકમાત્ર પીએમજી મેડલ તેલંગણા પોલસીના હેડ કોન્સ્ટેબલ ચાડુવુ યદૈયાને બહાદુરીના અતુલનીય પ્રદર્શન બદલ આપવામાં આવ્યો હતો. 25 જુલાઈ, 2022ના રોજ બે ચેઈન-સ્નેચર અને શસ્ત્રોની હેરાફેરી કરનારા લોકોને પકડી પાડ્યા હતા. આ બંને ગુનેગારોએ પોલીસ જવાન પર વારંવાર અનેક શસ્ત્રના ઘા આખા શરીર પર ઝીંકી દીધા હોવા છતાં તેણે બંનેને છોડ્યા નહોતા અને ત્યારબાદ સારવાર માટે તેણે 17 દિવસ સુધી હોસ્પિટલાં રહેવું પડ્યું હતું.
અન્ય મેડલમાં 94 મેડલ રાષ્ટ્ર પ્રમુખના ઉત્કૃષ્ટ સેવા માટેના છે અને 729 મેડલ પ્રશંસનીય સેવા માટેના છે.
સર્વિસ મેડલની જાહેરાત વર્ષમાં બે વખત કરવામાં આવે છે. બીજી વખત ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ જાહેરાત કરાશે.
પીપીએમજી અને પીએમજી એવોર્ડ જીવન અને માલમિલકત બચાવવા માટે કરવામાં આવેલા અતુલનીય હિંમત માટે આપવામાં આવે છે. (પીટીઆઈ)