ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG 1st Test: ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, આવી હશે પ્લેઇંગ 11

હૈદરાબાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. હૈદરાબાદમાં આજથી પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે.ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

કેપ્ટન બેન સ્ટોક્સ પ્લેઇંગ-11ની જાહેરાત કરી ચૂક્યો છે. ઈંગ્લેન્ડની ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. આ સાથે જ ભારતીય ટીમ ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલરોની રણનીતિ સાથે મેદાનમાં ઉતરી છે. કુલદીપ નથી રમી રહ્યો. ટીમમાં અક્ષર, અશ્વિન અને જાડેજા ત્રણેય સ્પિનરો હશે. તે જ સમયે, બુમરાહ અને સિરાજ બે  ફાસ્ટ બોલર હશે.

કેપ્ટન રોહિત શર્માએ બુધવારે કહ્યું હતું કે પિચ સ્પિન બોલરોને મદદ કરશે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોને વધુ મદદ મળશે. એટલે જ એન્ડરસન અને વૂડ જેવા ફાસ્ટ બોલરો પર નિર્ભર ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરતી વખતે જેક લીચ, ટોમ હાર્ટલી અને લેગ સ્પિનર ​​રેહાન અહેમદના રૂપમાં ત્રણ સ્પિન બોલરોનો સમાવેશ કર્યો છે. ટીમમાં માર્ક વુડ એકમાત્ર ફાસ્ટ બોલર હશે. એન્ડરસનને ટીમમાં જગ્યા મળી નથી.

બંને ટીમોના પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડઃ જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોકસ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…