છેલ્લા 5 વર્ષમાં ટ્રેનના લોકો પાઇલટે કર્યા આ કારનામા,995 કેસ નોંધાયા
પ્રવાસીઓની સુરક્ષા કોને ભરોસે?
નવી દિલ્હીઃ જો તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ખબર પડે કે ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું છે તો શું કરો જો ખબર પડે તો ચોક્કસ ઉતરી જાવ પણ એ તો પછી ખબર પડે છે. ખેર, આવી ટ્રેન પણ અકસ્માતનો શિકાર બને છે પણ પછી બહુ મોડું થઈ જાય છે. આ સંબંધમાં તાજેતરમાં એક આરટીઆઈમાં ટ્રેનમાં દારૂ પીને પણ ટ્રેન ચલાવી હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે.
આરટીઆઇનાં અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેનમાં દારૂ પીને ટ્રેન ચલાવી હોવાના 995 કેસ નોંધાયા હતા, જેમાં બ્રેથ એનેલાઈઝાર ટેસ્ટમાં ફેલ થયા હતા. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) અન્વયે મળેલી માહિતી અનુસાર સૌથી વધુ કેસ ઉત્તર ભારત રેલવેના દિલ્હી ડિવિઝનમાં નોંધાયા હતા, જ્યારે જબલપુર ડિવિઝનમાંથી કોઈ જવાબ મળ્યો નહતો.
ઉત્તર ભારત રેલવેના દિલ્હી ડિવિઝનમાંથી 481 લોકો પાઇલટ બ્રીથ એનેલાઝર ટેસ્ટમાં ફેલ થયા હતાં. આ ટેસ્ટમાં 38 તો પેસેન્જર ટ્રેનના હતા, જ્યારે 138 કેબિનમાંથી ઉતર્યા પછી ટેસ્ટ કર્યા પછી ખબર પડી હતી કે તેમણે દારૂ પીને ટ્રેન ચલાવી હતી.
વેસ્ટર્ન રેલવેના 273 લોકો પાઇલટ ટેસ્ટમાં ફેલ રહ્યા હતા, જેમાં 82 પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરનો સમાવેશ થયો હતો. જોકે, રતલામ ડિવિઝનમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં 32 લોકો પાઇલટ પેસેન્જર ટ્રેનના હતા. આમ છતાં પશ્ચિમ રેલવેએ એમ સ્પષ્ટ કર્યું નહતું કે આ લોકો પાઇલટે ડ્યુટી પહેલા કે પછી દારૂનું સેવન કર્યું હતું.
આ ઉપરાંત ગુજરાતમાં પણ લોકો પાઇલટે દારૂનું સેવન કરીને ટ્રેન ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ ત્રણ પેસેન્જર ટ્રેન સહિત 11 કેસ નોંધાયા હતાં.
મૂળ ઉત્તર ભારત રેલવેની વાત કરીએ તો નોર્ધન રેલવેના જણાવ્યા અનુસાર પેસેન્જર ટ્રેનના 181 લોકો પાઇલટ અને ગુડ્સ ટ્રેનના 290 લોકો પાઇલટ બ્રીથ એનેલાઈઝર ટેસ્ટ પાસ કરી શક્યા નહોતા, જ્યારે તેમાંથી 75 પેસેન્જર અને 114 ગૂડ્સ ટ્રેનના લોકો પાઇલટ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. લખનઉમાં પણ 17 કેસ નોંધાયા હતાં.
આમ છતાં જબલપુર સેકશનમાંથી કોઈ જવાબ મળ્યો નહતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વાસ્તવમાં દારૂ પીને ટ્રેન ચલાવવી એ કેટલું જોખમી છે એનો ડ્રાઈવરે ભાન રાખવુ જોઈએ અને ક્યારેય દારૂ પીને ટ્રેન ચલાવવી જોઈએ નહિ તો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા બરાબર છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.