ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Baltimore bridge collapse: USAના બાલ્ટીમોરમાં જહાજ પુલ સાથે ટકરાયું, મોટી જાનહાનિની શક્યતા

અમરિકાના બાલ્ટીમોર(Baltimore) શહેરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. નદીમાં જઈ રહેલા જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડતા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે પુલ પરથી પસાર થઇ રહેલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં સંખ્યાબંધ લોકોના મોતની શક્યતા છે, જોકે હજુ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જાનહાનીના સત્તાવાર આંકડા મળ્યા નથી.

આ અકસ્માત 26 માર્ચ, મંગળવારે સવારે 1:30 વાગ્યાના અરસામાં બની હતી.ઘટનાના કકેટલાક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં પેટેપ્સકો(Patapsco) નદીમાં જઈ રહેલું એક કન્ટેનર જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ(Francis Scott Key bridg)ના સાથે અથડાતું જોવા મળે છે, ત્યાર બાદ બ્રિજનું વિશાળ માળખું નદીમાં ભાંગી પડે છે.

હાલ એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. જે યુએસ કોસ્ટગાર્ડ અને અન્ય મેરીલેન્ડ એજન્સીઓ બાલ્ટીમોર ફાયર વિભાગની મદદ કરી રહી છે. બાલ્ટીમોર ફાયર વિભાગના અધિકારી જણાવ્યું હતું કે, ” બ્રિજ પર વાહનો અને સંભવતઃ ટ્રેક્ટર-ટ્રેલર હતા જે પાણીમાં પડ્યા છે.” તેમણે જણાવ્યું કે, “આખો પુલ” પડી ગયો હતો.

મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણવ્યું કે બંને દિશામાં દરેક લેન બંધ કરી દેવામાં આવી છે, અને ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી: જો બાઈડન-ટ્રમ્પ વચ્ચે રિ-મૅચ?

બાલ્ટીમોરના મેયર બ્રાન્ડોન સ્કોટે કહ્યું છે કે હું દુ:ખદ ઘટનાથી વાકેફ છે. હું સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. હું એ તરફ જઈ રહ્યો છું… ઇમરજન્સી ફોર્સીસ ઘટનાસ્થળે છે.

હાલમાં, જાનહાનિના કોઈ અહેવાલ નથી. જોકે, બાલ્ટીમોર શહેર પોલીસે જણાવ્યું હતું કે પુલ ધરાશાયી થયા બાદ કેટલાક કામદારો પાણીમાં હોવાની શક્યતા છે.

શિપ મોનિટરિંગ વેબસાઇટ મરીનટ્રાફિકે મંગળવારે વહેલી સવારે ડાલી નામનું સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ પુલની નીચે રોકાયેલું હોવાનું નોંધ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker