ટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024 : હવામાન વિભાગે નવ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી, ચાર રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ…

નવી દિલ્હી : દેશમાં ફરી સક્રિય થયેલા ચોમાસા(Monsoon 2024)બાદ અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ રવિવારે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવ રાજ્યો માટે રેડ એલર્ટ અને ચાર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રિપુરા અને ગુજરાતમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્રિપુરામાં સ્થિતિ ચિંતાજનક બની છે.

મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, માટે રેડ એલર્ટ

હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર,મિઝોરમ, ત્રિપુરા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ,કર્ણાટક અને રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે .

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન ?

26 ઓગસ્ટે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની શકયતા છે.

ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત માટે 27 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. જયારે 28 ઓગસ્ટે ગુજરાત મહારાષ્ટ્ર, કેરળ, આસામ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

ઓડિશામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, ઓડિશાના ઘણા ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કારણ કે ઝારખંડમાં નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ રિલીફ કમિશનરે તમામ જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરીને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખ્યા છે.

IMDની આગાહી અનુસાર, 26 ઓગસ્ટ સુધી ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેમાં રવિવારે મયુરભંજ, કેઓંઝાર, અંગુલ, ઢેંકનાલ, કટક, જગતસિંહપુર, જાજપુર અને કેન્દ્રપારા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે. જ્યારે રવિવાર રાતથી સોમવાર સવાર સુધી, મયુરભંજ અને કેઓંઝર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે શનિવારે પશ્ચિમ બંગાળના ઘણા દક્ષિણ જિલ્લાઓમાં 26 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીની ઉત્તરે ચક્રવાતી પરિભ્રમણ અને ચોમાસું સક્રિય થવાને કારણે ભારે વરસાદની ચેતવણી આપી હતી. વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સોમવાર સુધીમાં પ્રદેશમાં લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, હુગલી, બીરભૂમ, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કોલકાતામાં શનિવારે બપોરે ભારે વરસાદને કારણે સેન્ટ્રલ એવન્યુ સહિત શહેરના મધ્ય અને ઉત્તરીય ભાગોના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે માછીમારોને 26 ઓગસ્ટ સુધી ઉત્તર બંગાળની ખાડીના દરિયામાં ન જવાની સલાહ આપી છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…