
નવી દિલ્હીઃ હિન્દુ ધર્મની પરંપરા અનુસાર અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે તે દિવસે સોનાની ખરીદી શુભ માનવામા આવે છે, પરંતુ સોનાએ એકલાખની સપાટી સર કર્યા બાદ મધ્યમવર્ગ કે અપર મધ્યમવર્ગ માટે સોનું ખરીદવું સપનું બની ગયું છે. આ બધા વચ્ચે જેમને ખરીદવાની ખૂબ ઈચ્છા છે તેમની માટે સારા સમાચાર છે. આજે અખાત્રીજના દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદનારને થોડી રાહત થઈ છે.

. Gold Ratesની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું $3309 પ્રતિ ounce (28 ગ્રામ એટલે એક આઉન્સ)ના સ્તરે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આ ભાવ $3500 આઉન્સની નજીક પહોંચી ગયો હતો.
આપણ વાંચો: ભારતીય સૈન્ય આવનારા 24 કલાકમાં સ્ટ્રાઈક કરશેઃ પાકિસ્તાન ધ્રુજયુ
હવે આપણે ડોમેસ્ટિક માર્કેટ પર નજર નાખીએ તો મંગળવારે 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 96,010 રૂપિયા હતી. 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 93,710 અને 20 કેરેટ સોનાની રૂ. 85,450 કિંમત છે. 18 કેરેટનો ભાવ 77,770 રૂપિયા છે.
હવે વાત આજના ભાવની તો એક લાખને પાર કરી ગેયલું સોનું આજે 95,000નું થયું છે. આજે માર્કેટ્માં પ્રતિ 10 ગ્રામ લગભગ 4000 રૂપિયાનો ઘટાડો થયો છે. હા, આ સમયગાળા દરમિયાન સોનાનો ભાવ 99,358 રૂપિયાથી ઘટીને 95,000 રૂપિયા થઈ ગયો છે. જોકે આ ભાવ પણ મોટાભાગના લોકોની પહોંચની બહાર છે, છતાં એક મોટો વર્ગ શેરમાર્કેટમાં રોકાણ કરવાને બદલે સોનામાં કરતો થઈ ગયો છે અને આજે અખાત્રીજનું મૂહુર્ત જોતા લાગે છે કે બજારમાં ધોમ ખરીદી થશે.