ટોપ ન્યૂઝસ્પોર્ટસ

આઈસીસીએ મેચ ફિક્સિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, ત્રણ ભારતીય સહીત આઠ આરોપી સામે તપાસ

ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 2021માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-10 લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે 3 ભારતીયો સહીત 8 લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં 2 ટીમના માલિક છે. આ સિવાય બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસૈનનું નામ પણ આ યાદીમાં છે.

ફિક્સિંગની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ભારતીયોમાં આ લીગમાં રમી રહેલી ટીમ પુણે ડેવિલ્સના સહમાલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજો ભારતીય સની ઢીલ્લોન છે જે ટીમનો બેટિંગ કોચ છે. આઈસીસી કહ્યું કે આ આરોપો વર્ષ 2021માં અબુ ધાબી ટી-10 લીગ સાથે સંબંધિત છે, આ ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સ કરવાના પ્રયાસો થયા હતા. આ ટૂર્નામેન્ટ માટે અમીરાત ક્રિકેટ બોર્ડ(ઇસીબી) દ્વારા ડેઝિગ્નેટેડ એન્ટી કરપ્શન ઓફિસર (ડીએસીઓ) તરીકે આઈસીસીના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત આઈસીસસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં પરાગ સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પ્રવૃતિઓ પર સટ્ટો લગાવવાનો અને તપાસમાં એજન્સીને સહકાર ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બેટિંગ કોચ સની ઢીલ્લોન પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ સિવાય કૃષ્ણ કુમાર પર ડીએસીઓથી તથ્યો છુપાવવાનો આરોપ છે.
આ યાદીમાં સામેલ બાંગ્લાદેશ ટીમના ભૂતપૂર્વ ખેલાડી નાસિર હુસૈન પર ડીએસીઓ ને 750 ડોલરથી વધુ કિંમતની ભેટ પ્રાપ્ત કરવા વિશે જાણ ન કરવાનો આરોપ છે. આ યાદીમાં બેટિંગ કોચ અઝહર ઝૈદી, મેનેજર શાદાબ અહેમદ, યુએઈના સ્થાનિક ખેલાડીઓ રિઝવાન જાવેદ અને સાલિયા સામેલ છે. 6 લોકોને સસ્પેન્ડ કરવાની સાથે આઈસીસીએ તમામને આરોપીઓનો જવાબ આપવા માટે 19 દિવસનો સમય આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button