ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે દેશના સ્પેસ મિશનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઈચ્છા વડાપ્રધાન સહિત દેશની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. એસ સોમનાથે કેરળના પૂર્ણમી કાવુ મંદિર ખાતે એક કાર્યક્રમ દરમિયાન ઈસરોના મહત્વાકાંક્ષી ગગનયાન મિશનમાં વધુ મહિલા અવકાશયાત્રીઓનો સમવેશ થાય આશા વ્યક્ત કરી હતી. એસ સોમનાથે મંગળવારે વિજયાદશમીના અવસરે કેરળના તિરુવનંતપુરમમાં બાળકો સાથે વિદ્યારંભ વિધિની પણ ઉજવણી કરી.
એસ સોમનાથે સ્પષ્ટતા કરી હતી કે અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ થઈ ચૂકી હોવાથી, ગગનયાનના પ્રારંભિક મિશનમાં મહિલાઓની ભાગીદારી શક્ય નહીં બને, ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય માણસોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. જો કે, તેમણે ભવિષ્યના ગગનયાન મિશનમાં મહિલાઓની વધુ ભાગીદારીની આશા વ્યક્ત કરી હતી.
ઈસરોના અધ્યક્ષે કહ્યું હતું કે સ્પેસ એજન્સી તેના સમાનવ અવકાશ અભિયાન કાર્યક્રમ ગગનયાન માટે મહિલા ફાઇટર પાઇલટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપશે અને ભવિષ્યમાં તેમને અવકાશમાં મોકલવાનું શક્ય છે. ઈસરો આવતા વર્ષે તેના માનવરહિત ગગનયાન અવકાશયાન પર સ્ત્રી હ્યુમનૉઇડ મોકલશે, જે માનવ જેવો દેખાતો રોબોટ હશે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે