ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

સોનાની લાલચે 100 શ્રમિકોનો ભોગ લીધો; દક્ષિણ આફ્રિકાની ખાણમાં બની ભયાનક ઘટના

પ્રિટોરિયા: દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક ઘટનાના અહેવાલ બહાર પડતા હોબાળો મચી ગયો છે. એક અહેવાલ મુજબ સ્ટીલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેન સ્થિત સોનાની એક ગેરકાયદેસર ખાણમાં 100 શ્રમિકોના મોત (South Africa Gold mine accicent) થયા છે. મહિનાઓથી ખાણમાં ફસાયેલા શ્રમિકો ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામી રહ્યા છે. જીવિત બહાર આવેલા શ્રમિકોના મોબાઈલ ફોનમાંથી આ ઘટનાના વિડીયો મળી આવ્યા છે.

https://twitter.com/i/status/1878902672264143222

શ્રમિકોની દુર્દશા:
માઇનિંગ અફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ દ્વારા આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 26 શ્રમિકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી દરમિયાન 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, એવી પણ આશંકા છે કે લગભગ 500 શ્રમિકો હજુ પણ ખાણમાં ફસાયેલા હોઈ શકે છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી જેટલી હોઈ શકે છે.

પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહો:
માઇનિંગ અફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપના પ્રવક્તા સાબેલો મંગુનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે શુક્રવારે બહાર કાઢવામાં આવેલા કેટલાક ખાણિયાઓના મોબાઇલ ફોનમાંથી વીડિયો મળી આવ્યા છે, જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહો જોવા મળે છે.

મંગુનીએ જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આવેલી ખાણમાં 100થી વધુ ખાણિયાઓ મૃત્યુ પામ્યા છે, જ્યાં પોલીસે નવેમ્બરમાં ખાણિયાઓને બહાર કાઢવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. મંગુનીએ જણાવ્યું હતું કે ખાણિયાઓ ભૂખમરા અને ડિહાઇડ્રેશનને કારણે શ્રમિકો મૃત્યુ પામ્યા છે. શુક્રવારથી અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

મંગુનીએ જણાવ્યું હતું કે શુક્રવારે સ્થાનિક લોકો દ્વારા કરવામાં કામગીરીમાં નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. સોમવારે અધિકારીઓ દ્વારા સત્તાવાર કામગીરીમાં અન્ય નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 26 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા.

પોલીસની કાર્યવાહી સામે સવાલ:
પોલીસ પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે સોમવારે બચાવ કામગીરી શરૂ કર્યા પછી કેટલા મૃતદેહો મળી આવ્યા છે અને કેટલા લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે, તેની માહિતી હજુ પણ ચકાસી રહ્યા છીએ.

પોલીસે ખાણ સીલ કરવાનો પ્રયાસ કર્યા પછી કામદારો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર નથી આવી રહ્યા, બીજી તરફ શ્રમિકોનો દાવો છે કે પોલીસે તેમના દોરડા કાઢી નાખ્યા હતા જેના કારણે તેઓ બહાર આવી શક્યા ન હતા. પોલીસે શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસમાં તેમનો ખોરાક પુરવઠો પણ કાપી નાખ્યો હતો.

દક્ષિણ આફ્રિકામાં આવી ઘટના કેમ બને છે?
દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં ગેરકાયદેસર ખાણમાં ખાણકામ થતું રહે છે. કંપનીઓ એવી ખાણો બંધ કરી દે છે જેમાં વધુ સોનું ના મળતું હાય, ત્યાર બાદ ખાણિયાઓના કેટલાક જૂથો ગેરકાયદેસર રીતે તેમાં પ્રવેશ કરીને બચેલું સોનું શોધવાનો પ્રયાસ કરે છે. જેને કારણે નાની મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચો…Pakistan ને લાગી શકે છે મોટો આંચકો, ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર લઈને આવ્યા આ બિલ

ગેરકાયદેસર ખાણકામ કરનારાઓના મોટા જૂથો ઘણીવાર મહિનાઓ સુધી ભૂગર્ભમાં રહે છે, જેથી તેઓ વધુ સોનું એકઠું કરી શકે આ માટે તેઓ ખોરાક, પાણી, જનરેટર અને અન્ય સાધનો પોતાની સાથે લઈ જાય છે, પરંતુ વધુ પુરવઠા માટે તેઓ સપાટી પર રહેલા તેમના જૂથના અન્ય લોકો પર પણ આધાર રાખે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button