આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં HMPVનો બીજો કેસ નોંધાયો, તંત્ર થયું દોડતું

અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવીનો બીજો કેસ નોંધાયો હતો. હિંમતનગરના 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાંતિજના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ આસીયુમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. આ પહેલા અમદાવાદના ચાંદખેડામાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને માહિતગાર ન કરતાં નોટિસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, એચએમપીવી શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે એચએમપીવીની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે આટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાશે.

આ પણ વાંચો: મુંબઈમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધીને 3 થઈ

શું કરશો

  • ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવું
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
  • ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો
  • વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવ
  • રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું
  • શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું

  • બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીં
  • ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું
  • જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.*

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button