ટોપ ન્યૂઝનેશનલ

આસામ કેબિનેટનું નવું મુસ્લિમ મેરેજ રજિસ્ટ્રેશન બિલ, જાણો એની જોગવાઇઓ

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો છે. આસામ કેબિનેટની આજની બેઠકમાં મુસ્લિમ મેરેજ રજિસ્ટ્રેશન બિલ 2024ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી દ્વારા નહીં, પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને બાળ લગ્નની નોંધણી ગેરકાયદેસર હશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “આજે આસામ કેબિનેટે મુસ્લિમ લગ્ન નોંધણી બિલ 2024ને મંજૂરી આપી છે. તેમાં બે વિશેષ જોગવાઈઓ છે, જે મુજબ હવે મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી દ્વારા નહીં પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને બાળ લગ્નની નોંધણી ગેરકાયદેસર ગણવામાં આવશે.”

સીએમ હિમંતા બિસ્વાએ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો મુસ્લિમોના લગ્ન વિધિમાં દખલ નહીં કરે. આ કાયદામાં માત્ર કાઝીઓના રજીસ્ટ્રેશનના અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા આસામ સરકારે જૂના મુસ્લિમ મેરેજ એક્ટને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો.

મુસ્લિમ લગ્નોમાં કાઝીની દખલગીરી ખતમ કરવાના આસામ સરકારના નિર્ણય પાછળનું કારણ આસામમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા બાળલગ્નો પર સરકાર રોક લગાવા માગે છે. ગયા વર્ષે પણ સરકારે બાળલગ્ન સામે કાર્યવાહી કરી હતી અને ત્રણ હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.

આસામ સરકાર મુસ્લિમ લગ્ન સંબંધિત કાયદાની સાથે જ બીજા કાયદાને પણ મંજૂરી આપી છે, જે મુજબ 250 વર્ષથી જૂના સ્મારકોની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવશે અને આ વિસ્તારમાં જમીનના ખરીદી-વેચાણ પર પ્રતિબંધ રહેશે. ત્રણ પેઢીથી અહીં રહેતા લોકો જ જમીન વેચી શકશે.

આ ઉપરાંત હિમંતા બિસ્વા સરમાએ એમ પણ જણાવ્યું હતું કે, કેરળની કેટલીક સંસ્થાઓ આસામના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં યુનિવર્સિટીઓ ખોલવા માગે છે. તેમણે પહેલા સ્પેશિયલ બ્રાન્ચમાંથી સિક્યોરિટી ક્લિયરન્સ લેવું પડશે, બાદમાં જ તેમને પરવાનગી આપવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો