આપણું ગુજરાતટોપ ન્યૂઝ
Breaking News: ખંભાળિયામાં અતિભારે વરસાદમાં મકાન ધરાશાયી; 8 લોકો દટાયા

જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકબાજુ અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ખંભાળિયા ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો કાટમાળમાં દટાયા હોવાની વિગતો છે. ઘટનાની જાણ થયા બાદ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગગવાણી ફરી વિસ્તારમાં આવેલું મકાન ધોધમાર વરસાદના પગલે થયું ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં કુલ આઠ લોકો દટાયા હોવાની વિગતો મળી રહી છે. દુર્ઘટનાની જાણ થયા બાદ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ અત્યાર સુધીમાં NDRF દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવી રહ્યા છે, પેજને રિફ્રેશ કરતાં રહો.
