હલ્દવાની: ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદેસર રીતે બાંધેલા બાંધકામો હટાવવાની કામગીરી અંતર્ગત મસ્જિદ, મદરેસા તોડવાને લઈને ભારે હિંસા ફાટી નીકળી હતી. ( Haldwani Violence) જે બાદ મોટા પાયે તોફાનો થયા હતા. કેટલાય લોકોના મૃત્યુ અને પોલીસ કર્મીઓ સાથી ઘણા નાગરિકોના ઘાયલા થયાના સમાચારો પણ બહાર આવ્યા હતા અને વાહન સહિત ઘણી મિલકતોને પણ નુકસાન ભોગવવું પડ્યું હતું.
ડિમોલેશનની કામગીરી માટે સુરક્ષાના ભાગરૂપે તૈનાત પોલીસ કર્મીઓ પર પણ પત્થર મારો અને આગચંપી થઈ હતી. જેને લઈને મોટા ભાગના પોલીસ પોલીસ કર્મીઓ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમાના કેટલાક પોલીસ કર્મીઓએ મીડિયા સાથે વાત કરીને પોતાની આપવીતી જણાવી હતી.
તેમાના એક કોન્સટેબલ વિજય કુમારનું કહેવું છે કે આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આ રીતે પણ પત્થર ઉડતા હશે. ચારે બાજુથી ઈંટોનો વરસાદ થતો હતો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘણા લોકો નારાઓ લગાવતા હતા.
આપને જણાવી દઈએ કે હલ્દવાનીમાં હિંસા કરનારા બદમાશોને પકડવા માટે પોલીસે પશ્ચિમ યુપીમાં ધામા નાખ્યા છે. પોલીસને અનેક ઈનપુટ મળ્યા છે. બરેલી લઈ જતી વખતે બદમાશના મોતની પુષ્ટિ થઈ શકી નથી. ચોંકાવનારી વાત એ છે કે આ હિંસામાં ભાજપના પણ એક નેતાની સંડોવણી હોવાનું ખૂલ્યું છે, જોકે પક્ષના કહેવા અુનસાર તે હવ ભાજપમાં સક્રિય નથી.
સૂત્રો અનુસાર આ હિંસા કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આઉટગોઇંગ કાઉન્સિલર મહેબૂબ આલમની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેબૂબ ભાજપના નેતા હોવાનું કહેવાય છે, પરંતુ તેમનું નામ આવ્યા બાદ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ સંગઠનમાં સક્રિય નથી. જ્યારે સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે મહેબૂબ આલમની ઘણી તસવીરો છે.