મહારાષ્ટ્રમાં ‘ગુજરાત મોડલ’ લાગૂ કરાવવા આ નેતાઓ ખૂંદી વળશે આખું રાજ્ય: ભાજપના ‘કમાન્ડો’ તૈયાર
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની દૂદૂંભીઑ વાગી રહી છે. માનવમાં આવે છે ત્યાં સુધી આગામી મહિને સપ્ટેમ્બરમાં જ ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. બીજું કે દિલ્લીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 17 મીએ ભાજપની મોટી બેઠક થવા જઇ રહી છે જેમાં પણ મહારાષ્ટ્ર-હરિયાણા ,જમ્મુ- કશ્મીર જેવા રાજયોની વિધાનસભા ચૂંટણી પર મહામંથન થવાની શકયતા છે. ત્યારે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે ગુજરાતીઓને ભાજપા તરફ રીઝવવા ;કમાન્ડો’ને મહારાષ્ટ્રમાં જવાબદારીઓ સોંપી છે.
વર્ષ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના -ભાજપાએ સાથે મળીને સરકાર બનાવી હતી. બાદમાં, શિવસેનામાં ભાંગફોડ,સેનાના નેતા એકનાથ શિંદે 20 જેટલા ધારાસભ્યોને લઈને સૂરત આવી ગયા બાદ, બે સેના થઈ ગઈ. શિવસેના ( ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ( યુબીટી) અને શિંદે સેના. હવે આ વખતે,અજિત પવાર, NCP,શરદ પવાર NCP,ભાજપ,કોંગ્રેસ, રાજ ઠાકરેની મનસે અને અપક્ષો- મળીને ચૂંટણીનો મહાકુંભ યોજાશે. તેમાં ગુજરાતી મતદારોના મન માથી મોદી પ્રત્યેનો આવિર્ભાવ, મતપેટીમાં છલકાવવા ટિમ ગુજરાત, મહારાષ્ટ્ર ખૂંદશે. આ નેતાઓમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ જવાબદારી સોપવામાં આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલને પણ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જવાબદારી સોપવામાં આવી છે
આ પણ વાંચો : કોંગ્રેસને હવે ક્યા બે વિધાનસભ્ચ કરશે બાય બાય?: મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે જેમાં સતા માટે 145 બેઠકોની જરૂરિયાત છે. ગત વિધાનસભા ચૂંટણીમા શિવસેના 56, એનસીપી 54, કોંગ્રેસ 44, બીજેપી 105, અને અન્ય 29 બેઠકો પર હતા. આ વખતે સમીકરણો ધરમૂળથી બદલાયેલા છે. પાર્ટીમાં ચહેરાઓ અને નેતૃત્વ ના પણ અલાગ સમીકરણ રચાયા છે. ત્યારે ગુજરાત ભાજપના વરીસ્ઠ નેતાઓ અને આગેવાનો પર ભાજપને ભાવિ વિજય અપાવવાની જવાબદારી રહેશે
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. એક નેતાને મહારાષ્ટ્રની 12થી 14 વિધાનસભાની જવાબદારી સોપાઇ છે. મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી સમુદાયને આકર્ષવા માટે ભાજપે ગુજરાતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આગામી 17 તારીખ બાદ આ નેતાઓ તબક્કાવાર મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે