સરકાર અને જનતાએ વધારે સાવધાનીની જરૂરઃ રાજ્યમાં GBSથી પાંચના મોત
મુંબઈઃ કોરોના જેવા રોગચાળાના ફેલાવાની અને ચીનમાં સ્થિતિ ગંભીર હોવાની ખબરો વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યના અમુક ભાગો અલગ જ બીમારીના સકંજામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ (GBS) ઝડપથી વધી રહ્યો હોવાન અહેવાલો મળી રહ્યા છે. પુણે શહેરના અમુક ભાગમાં ફેલાયેલા આ વાયરસે હવે અન્ય જિલ્લાઓને પણ ભરડામાં લીધા છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી આ વાયરસને લીધે પાંચ જણે જીવ ગુમાવ્યા છે તો 124 દરદી નોંધાયેલા છે, જેમાંથી 128 દરદી વેન્ટિલેટર પર છે જે વધુ ચિંતાનો વિષય છે. મોટાભાગના કેસ પુણે અને પિંપરી-ચિંચવડમાં નોંધાયેલા છે. મહારાષ્ટ્ર રાજ્ય ઉપરાંત આસામમાં આ વાયરસના દરદીઓ હોવાની જાણકારી પણ મળી છે અને આસામમાં પણ એક મૃત્યુ નોંધાયું છે. જોકે રાજ્યમાં સ્થિતિ ગંભીર હોય, સરકાર અને જનતાએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. આસામમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ (GBS) ના કારણે 17 વર્ષની છોકરીનું મૃત્યુ નોંધાયું હતું. આ સીઝનમાં આસામમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. ડોકટરોએ શનિવારે છોકરીના મૃત્યુની જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલ અથવા રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
આ પણ વાંચો : પુણેમાં જીબીએસ સિન્ડ્રોમને કારણે વધુ એક મોત…
જીબીએસ એક સામાન્ય બેક્ટેરિયલ ડિસિઝ માનવામાં આવે છે. જે દરદીની રોગ પ્રતિકારકશક્તિ પર હુમલો કરે છે અને દરદી સાવ નબળો પડી જાય છે. મહારાષ્ટ્રમાં બાળકોમાં પણ આ વાયરસ જોવા મળે છે. આ બીમારીનો ઈલાજ છે અને મહારષ્ટ્ર સરકાર શંકાસ્પદ દરદીઓના સેમ્પલ લઈ તેને સમયસર સારવાર આપવાની તમામ કોશિશો કરી રહી છે. અગાઉ કેન્દ્રની ટીમે પણ મહારાષ્ટ્ર પાસેથી માહિતી માગી હતી.