ટોપ ન્યૂઝવેપાર

સોનાચાંદીમાં સપ્તાહના પહેલા દિવસે જોરદાર ઉછાળો

નિલેશ વાઘેલા
મુંબઇ:
શેરબજાર સપ્મતાહના પહેલા દિવસે સ્થિર થવા મથી રહ્યું છે ત્યારે સોનાચાંદી બજારમાં જોરદાર ઉછાળા સાથે તેજીનો પવન ફૂંકાયો છે. ખૂલતા બજારમાં સોનાના ભાવમાં દસગ્રામે રૂ. ૧૦૪૪થી ૧૦૪૮નો ઉછાલો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં રૂ. ૧૩૬૩ પ્રતિ કિલોનો ઉછાલો છે.

ઝવેરી બજારમાં ખૂલતા સત્રમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૮૬,૮૪૩ના પાછલા બંધ સામે રૂ. ૧,૦૪૮ના ઉછાળા સાથે રૂ. ૮૭,૮૯૧ પ્રતિ દસ ગ્રામ બોલાયું છે, જ્યારે ૯૯૫ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૮૬,૪૯૫ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧,૦૪૪ના ઉછાળા સાથે રૂ. ૮૭,૫૩૯ની સપાટીએ ખૂલ્યા છે.

આપણ વાંચો: Mumbai Gold Rate: ઝવેરી બજારમાં આજે સોનાચાંદીના લેટેસ્ટ ભાવ શું છે જાણો?

આ તરફ ચાંદી પણ રૂપિયા એક લાખ તરફ ધસમસી રહી છે. મુંબઇના ઝવેરી બજારમાં .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૯૮,૩૨૨ના બંધ સામે રૂ. ૧,૩૬૩ના ઉછાળા સાથે ખૂલતા સત્રમાં રૂ. ૯૯,૬૮૫ બોલાઇ હતી.

સોનામાં ભાવ વધારા માટેના ત્રણ મુખ્ય કારણોમાં ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી ભૂરાજકીય વધેલા તણાવ, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધી રહેલી નબળાઇ અને શેરબજારમાં ઘટાડાને સ્થાન આપી શકાય, જેને કારણે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે.

ટોચના બુુલિયન ડીલરે જણાવ્યું હતું કે, તાજા કારણો જોઇએ તો અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂરાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. તેમજ, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માગ વધી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button