ટોપ ન્યૂઝભુજ

કચ્છમાં અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોત

ભુજ: કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં એક પાંચ વર્ષની માસુમ બાળકી સહીત ચાર લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. બંદરીય માંડવી તાલુકાના ભીંસરા ગામથી વાડી વિસ્તાર તરફ જતા માર્ગ પર નાનકડી ટોબુ સાઇકલ પર રમી રહેલી પાંચ વર્ષની માસુમ બાળકી મિરલ દિનેશ ગઢવી પરથી ટ્રેકટર ફરી વળતાં મોત નીપજ્યું હતું.

અરેરાટીપૂર્ણ બનાવ અંગે માંડવી પોલીસ મથકે રામજી કરશન ગઢવીએ ટ્રેક્ટર ચાલક પ્રવીણ ખીમજી પટેલ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 16મી નવેમ્બરની સવારે તેમની ભત્રીજી મિરલ નાનકડી સાઇકલ વડે રમી રહી હતી, ત્યારે પૂરપાટ વેગે આવી ચઢેલા ટ્રેક્ટરનો પાછળનો ભાગ મિરલ પર ચડી જતાં માથામાં પહોંચેલી ગંભીર ઇજાને પગલે સારવાર અગાઉ બાળકીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

બીજી તરફ, પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી-લાખાપર માર્ગ પર પૂરપાટ વેગે જઈ રહેલી મોટરકારે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી મોટરસાઇકલ તેમાં અથડાતાં તેના ચાલક એવા જયંતી જેસંગ ઉર્ફે જેસા રવજી રાઠોડ નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદ્રાણી ખાતે એક વાડીને ભાડેથી રાખી તેમાં કામ કરનાર હતભાગી યુવાન ગત શુક્રવારે પોતાના મિત્ર મોહમદ તાલીબને ઘરે પરત મૂકવા મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો.

આપણ વાંચો: બોલિવૂડ અભિનેત્રીનો થયો ભયંકર અકસ્માત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

કારચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત

આ દરમ્યાન ચાંદ્રાણી-લાખાપર માર્ગ પર આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી મોટરસાઇકલ તેમાં ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં જયંતીને ગંભીર ઇજાઓ થતાં તેનું અકસ્માત સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા મોહમદ તાલીબને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કારચાલક વિરુદ્ધ મૃતકના પિતા જેસંગ રવજી રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હિટ એન્ડ રનનો બનાવ

વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ અંજાર-ખારા પસવારિયા માર્ગ પર બન્યો હતો જેમાં અજાપરમાં રહેનાર રમેશ બોરીચા નામનો યુવક મોટરસાઇકલ લઇને જઇ રહ્યો હતો એ દરમ્યાન કોઇ અજાણ્યાં વાહને તેના વાહનને હડફેટમાં લેતાં યુવકનું ગંભીર ઇજાઓના પગલે તત્કાળ મોત થયું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ મૃતકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button