આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ (former PM Pandit Jawaharlal Nehru death anniversary)છે. આજે કોંગ્રેસ પક્ષ સહિત અનેક મોત નેતાઓએ જવાહરલાલ નેહરુંને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ વડા માલલિકાર્જુન ખડગેએ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમણે કહ્યું હતું કે “આધુનિક ભારતના શિલ્પકાર”નાં અનુપમ યોગદાન વિના દેશનો ઈતિહાસ કાયમ અધુરો છે. મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના નેતાઓએ ‘શાંતિવન’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસ વડા માલલિકાર્જુન ખડગેએ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, આધુનિક ભારતના શિલ્પકાર, ભારતને વૈજ્ઞાનિક, આર્થિક, ઔધ્યોગિક તેમજ અન્ય વિભિન્ન ક્ષેત્રોમાં આગળ લઈ જનાર, લોકતંત્રને સમર્પિત પ્રહરી, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અતુલ્ય પ્રદાન વિના ભારતનો ઇતિહાસ અધૂરો છે.
“હિંદના જવાહર”ની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.
પંડીત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે,
“દેશનું રક્ષણ, દેશની પ્રગતિ, દેશની એકતા એ આપણા સૌનો રાષ્ટ્ર ધર્મ છે. આપણે ભલે જુદા જુદા ધર્મોનું પાલન કરીએ, જુદા જુદા રાજ્યોમાં રહીએ, જુદી જુદી ભાષાઓ બોલીએ, પરંતુ તેનાથી આપણી વચ્ચે કોઈ દિવાલ ઉભી ન થવી જોઈએ… બધા લોકોને પ્રગતિમાં સમાન તક મળવી જોઈએ. અમે નથી ઇચ્છતા કે આપણા દેશમાં કેટલાક લોકો ખૂબ જ અમીર બને અને મોટા ભાગના લોકો ગરીબ હોય.”
આજે પણ કોંગ્રેસ પાર્ટી એ જ “ન્યાય”ના માર્ગે ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતના ભતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.